Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મૃતકોની ઓળખ માટે પરિવારજનોના DNA ટેસ્ટ કરાશે

DNA test of Ahmedabad plane crash victims: આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

Written by Rakesh Parmar
AhmedabadUpdated : June 12, 2025 22:40 IST
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મૃતકોની ઓળખ માટે પરિવારજનોના DNA ટેસ્ટ કરાશે
અમદાવાદ પ્લેન ક્રેશ મૃતકોના સગા તેમજ સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Major Flight Accident in Ahmedabad: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર મુસાફરોની બચવાની નહીંવત શક્યતાઓ વચ્ચે પ્લેન જ્યાં ક્રેશ થયું એ સ્થળ પરના બીજે મેડિકલ કેમ્પસના ત્રણ જૂનિયર ડોક્ટરો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ મુસાફરોના મૃતદેહની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. જે બાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની સારવાર અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા (માતા-પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે.

આ પણ વાંચો: બીજે મેડિકલ હોસ્ટેલની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા અને વિમાન ક્રેશ થયું, જુઓ તસવીરો

સગા તેમજ સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ