અફઘાનિસ્તાન પછી ભારતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે ગુજરાતના રાજકોટમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર ગોંડલથી 24 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રવિવારે બપોરે ગુજરાતના રાજકોટ જિલ્લામાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બપોરે લગભગ 12:37 વાગ્યે 10 કિમી ઊંડાઈ સાથે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે રાજકોટમાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. જોકે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: આંગળીઓ ચાટતા રહેશે લોકો, ઘરે બનાવો મસાલેદાર મસૂરની દાળની ખીચડી, નોંધી લો રેસીપી
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે 12:37 મિનિટે રાજકોટમાં જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા.જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આચકો અનુભવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 24KM દૂર નોંધાયું છે. આ આંચકાઓ હળવા હોવાથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું હોવાની માહિતી હાલ સુધીમાં તો સામે આવી નથી.





