Gujarat assembly election date : ભારતના ચૂંટણી પંચે (Election Commission) હિમાચલ વિધાનસભા ચૂંટણીના સમયપત્રક (Himachal Pradesh assembly election date) ની જાહેરાત કરી છે પરંતુ અપેક્ષા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી નથી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરે એક જ તબક્કામાં યોજાશે અને મત ગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે. પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીની તારીખો શા માટે જાહેર નથી કરી તો રાજીવ કુમારે આ પ્રશ્નનો જવાબ આપ્યો.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર ન કરવા પાછળનું કારણ જણાવતાં રાજીવ કુમારે કહ્યું હતું કે, આમાં કોઈ નિયમનો ભંગ કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સના સમાચાર આવતા જ એવી અટકળો લગાવવામાં આવી હતી કે, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં એક સાથે ચૂંટણી થશે. જો બે રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ 6 મહિનાની અંદર સમાપ્ત થઈ રહ્યો હોય, તો પછી એક સાથે ચૂંટણી યોજી શકાય છે અને આ ચૂંટણીઓનું પરિણામ પણ એક સાથે જાહેર કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે, પરંતુ તેની તારીખો હાલ જાહેર કરવામાં આવી નથી. તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચની એક ટીમ 15 ઓક્ટોબરે ગુજરાત જવાની છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જોકે તેનું પરિણામ પર હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થાય તેવી સંભાવના છે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે.
આ પણ વાંચો – ‘ગોપાલ ઈટાલિયાએ PM મોદીની 100 વર્ષિય માતાનું અપમાન કર્યું, ગુજરાતની જનતા આપશે જવાબ’
ઇલેક્શન અપડેટ્સ
- ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં પૂરો થાય છે. તો હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરી, 2023 ના રોજ સમાપ્ત થશે. હાલમાં બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર છે.
- ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી અને 77 બેઠકો જીતી હતી. 6 બેઠકો અન્યના ખાતામાં ગઈ હતી.
- હિમાચલ પ્રદેશની વાત કરીએ તો, 2017ની ચૂંટણીમાં કુલ 68 બેઠકોમાંથી ભાજપે 44 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી