/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/vadodara-school-bomb-threat.jpg)
બોમ્બની ધમકી મળ્યા બાદ સર્ચ કરતી પોલીસની ટીમ - Express photo by bhupendra rana
Ahmedabad and Vadodara school bomb threat : ગુજરાતમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ છાસવારે મળતી હોય છે. ત્યારે વધુ 13 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદ અને વડોદરાની કૂલ 25 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો સ્કૂલોએ પહોંચીને તપાસ હાથધરી છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે.
બોમ્બની ધમકીઓ અંગે હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગુજરાત: શાળાઓને બોમ્બ ધમકીઓ અંગે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે, "રાજ્યમાં બોમ્બ ધમકીઓ અંગે ડીજીપીને સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદ અને વડોદરામાં બોમ્બ ધમકીઓની તપાસ ચાલી રહી છે. બંને શહેરોના પોલીસ કમિશનરો આ બાબતની તપાસ કરી રહ્યા છે..."
Gandhinagar, Gujarat: On bomb threats to schools, Deputy Chief Minister Harsh Sanghavi says, "Instructions have been given to the DGP regarding the bomb threats in the state. Investigations are underway into the bomb threats in Ahmedabad and Vadodara. The Police Commissioners of… pic.twitter.com/eGMJl8pAWm
— IANS (@ians_india) February 16, 2026
ઈ મેઈલમાં શું લખ્યું છે?
ગુજરાતની કૂલ 13 સ્કૂલનો ઈમેલ દ્વારા બોમ્બથી દેવાની ધમકી મળઈ છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે.
બોમ્બની ધમકી અંગે મંત્રી રીવાબા જાડેજાએ શું કહ્યું?
ગુજરાતમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ અંગે મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું, "કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી ધમકીઓ ફક્ત શાળાઓમાં જ નહીં પરંતુ અન્ય સ્થળોએ પણ મળી રહી છે. સરકાર આ ધમકીઓ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કામ કરી રહી છે..."
Gandhinagar, Gujarat: On bomb threats to schools, Minister Rivaba Jadeja says, "Strict action is being taken. Such threats are being received not only in schools but also at other places. The government is working to take strict action against those issuing these threats..." pic.twitter.com/X877gz7YVa
— IANS (@ians_india) February 16, 2026
વડોદરાની 17 સ્કૂલ
- ડી. આર. અમીન, વાસણા રોડ
- ઉર્મી, સમાસાવલી
- નાલંદા, વાઘોડિયા રોડ
- બરોડા હાઈસ્કુલ, બગીખાના
- નવયુગ, સમા
- જીવન સાધના, નાઘરવાડા
- AWS, ડભોઇ
- શાનેન, ખોડિયારનગર
- GPS સ્કૂલ, વાઘોડિયા
- બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા
- આત્મીય વિધાલય
- ડોન બોસ્કો
- બીલાબોંગ
- ઓકઝીલિયમ
- જેનીથ સ્કૂલ, પ્રતાપનગર
- અમેરિકન સ્કૂલ, કપુરાઇ
- ગ્રીન વેલી સ્કૂલ, ભીમપુરા
અમદાવાદની 15 સ્કૂલ
- DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
- એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
- એ વન સ્કૂલ, સેટેલાઇટ
- અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર
- સંત કબીર, નવરંગપુરા
- સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર
- તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ
- SGVP ગુરુકુળ સ્કૂલ
- એ.જી. હાઈસ્કુલ નવરંગપુરા
- જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ
- દિવાન બલ્લુભાઈ
- સી.એન વિધાલય
- વિજયનગર સ્કૂલ
- ખાલસા લિટલ સ્કૂલ બાપુનગર
- જીવીબા સ્કૂલ, ઘોડાસર
અમદાવાદની નિરમા યુનિવર્સિટીને પણ બોમ્બની ધમકી
આ પણ વાંચોઃ- ભારત-બ્રિટન FTA પર મોટી અપડેટ, જલ્દી થઇ શકે છે લાગુ, અધિકારીઓએ આપ્યો સંકેત
બોમ્બ સ્ક્વોર્ડનું સર્ચ ઓપરેશન શરૂ
બોમ્બની ધમકી મળતાં જ વડોદરા અને અમદાવાદની બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ તંત્ર દોડતું થયું હતું. ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસની ટીમો ધમકી મળેલી સ્કૂલોમાં સર્ચ ઓપરેશન શરું કર્યું હતું. સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ છે. હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us