હીરાબા ની તસવીર હાથમાં લઈ રડતો હતો યુવાન, PM મોદીએ તાત્કાલિક તેની ઈચ્છા પૂર્ણ કરી, જુઓ ભાવુક વીડિયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે લોકો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુવાન તેમને જોઈ ભાવુક થઈ ગયો હતો. પ્રધાનમંત્રી મોદીએ પણ તેને નિરાશ કર્યો નહીં અને તેની ઈચ્છા પૂર્ણ કરી હતી.

Written by Rakesh Parmar
Updated : March 07, 2025 20:53 IST
હીરાબા ની તસવીર હાથમાં લઈ રડતો હતો યુવાન, PM મોદીએ તાત્કાલિક તેની ઈચ્છા પૂર્ણ કરી, જુઓ ભાવુક વીડિયો
સુરતમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા. (તસવીર: BJP4Gujarat/X)

PM Modi Surat Viral Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં પીએમ મોદીએ એક રેલીને સંબોધિત કરી હતી અને એક રોજ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે લોકો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુવાન તેમને જોઈ ભાવુક થઈ ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેને નિરાશ કર્યો નહીં અને તેની ઈચ્છા પૂર્ણ કરી હતી.

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પીએમ નરન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા હતા અને એક ગાડી પર સવાર હતા. રોડની બંને બાજુ લોકોની ભીડ હતી. આ દરમિયાન એક છોકરો પીએમ મોદી અને તેમની માતા હીરાબા નો સ્કેચ લઈ ઉભો હતો. તે રડી રહ્યો હતો. જ્યારે પીએમ મોદીએ તેના તરફ જોયું તો તેમણે તરત જ સુરક્ષાકર્મીઓને સ્કેચને તેમની પાસે લઈને આવ્યું જણાવ્યું.

સોશિયલ મીડિયામાં પીએમ મોદીના જોરદાર વખાણ

તેના પછી પીએમ મોદીએ આ સ્કેચ પર ઓટોગ્રાફ આપ્યો અને તે યુવક પાસે તે સ્કેચ પહોંચાડ્યો હતો. આ હૃદયસ્પર્શી વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમના ખુબ જ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આવી નાની-નાની વસ્તુઓ પીએમ મોદીને બાકીના નેતાઓથી અલગ બનાવે છે. તો કેટલાકે એવું પણ કહ્યું કે પ્રધાનમંત્રી પોતાના ચાહકોનું ધ્યાન રાખવું સારી રીતે જાણે છે.

આ પણ વાંચો: હોળી ધુળેટી અંગે રાજકોટ પોલીસનું જાહેરનામું

સુરતમાં મહિલા દિવસ પર પીએમ મોદીએ શું કહ્યું?

8 માર્ચ એટલે મહિલા દિવસ. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે થોડા દિવસો પહેલા, મેં દેશની મહિલા શક્તિને નમો એપ પર તેમની સફળતાઓ, તેમની સિદ્ધિઓ, તેમના જીવનની પ્રેરણાદાયી સફર શેર કરવા વિનંતી કરી હતી. ઘણી બહેનો અને દીકરીઓએ નમો એપ પર પોતાની વાર્તાઓ શેર કરી છે. આવતીકાલે મહિલા દિવસ છે અને મહિલા દિવસ નિમિત્તે, હું મારું સોશિયલ એકાઉન્ટ આવી જ કેટલીક પ્રેરણાદાયી બહેનો અને દીકરીઓને સોંપવા જઈ રહ્યો છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ