Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની 182 સીટો પર આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. 1996થી 1998 વચ્ચે શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખના એક વર્ષ 192 દિવસની સરકાર છોડી દેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી 1995થી સત્તામાં છે. શંકરસિંહ વાઘેલા અને અને દિલીપ પરીખે ભાજપાથી અલગ થઇને જનતા પાર્ટી બનાવી હતી. પછી બન્ને કોંગ્રેસમાં સામેલ થયા હતા. 1996માં 27 દિવસ માટે રાષ્ટ્રપતિ શાસન પણ લાગ્યું હતું. કોંગ્રેસ 1995 પછી સત્તામાં આવી નથી.
2012ની વિધાનસભા ચૂંટણી
2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી ભાજપા છેલ્લા 22 વર્ષથી સત્તામાં છે. મુખ્યમંત્રીનો ચહેરો રહેતા મોદી અંતિમ વખત 2012માં ચૂંટણી લડ્યા હતા. તે ચૂંટણીમાં ભાજપાને 182માંથી 115 સીટો પર જીત મળી હતી. કોંગ્રેસ 61 સીટો પર સીમટી ગઇ હતી.
બન્ને પાર્ટીઓ વચ્ચે 54 સીટોનું અંતર હતું. જોકે વોટ પ્રતિશતના મામલે કોંગ્રેસ ભાજપાથી વધારે પાછળ ન હતી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને 48 ટકા અને કોંગ્રેસને 39 ટકા વોટ મળ્યા હતા. એટલે કે બન્ને પાર્ટીઓ વચ્ચે વોટ શેરમાં ફક્ત 9 ટકાનું અંતર હતું. તે સમયે ચૂંટણીમાં કુલ વોટિંગ 72 ટકા થયું હતું.
ભાજપાએ બધી સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસ 176 સીટો પર જ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં શરદ પવારની એનસીપી અને કેશુભાઇ પટેલની પાર્ટીને 2-2 સીટો મળી હતી.
આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી : હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે મત ગણતરી
2014 પછી અત્યાર સુધી ત્રણ મુખ્યમંત્રી
2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના બે વર્ષ પછી 2014માં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. એનડીએએ નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી. પીએમ તરીકે પસંદ થયા પછી ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યની કમાન આનંદીબેન પટેલને મળી હતી.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહેલા રાજ્ય સરકારમાં શિક્ષા-મહિલા અને બાળ કલ્યાણ જેવા મંત્રાલયોની જવાબદારી સંભાળી ચુક્યા હતા. આમ છતા તેમણે 2 વર્ષ 77 દિવસની સરકાર ચલાવ્યા પછી રાજીનામું આપવું પડ્યું હતું. 2015માં આનંદીબેન પટેલના શાસનકાળમાં પાટીદાર આંદોલન પોતાના ચરમ પર હતું.
આનંદીબેન પટેલનું રાજીનામું
ગુજરાતની નગર નિગમની ચૂંટણીમાં જીતનું અંતર ઓછું થયા પછી ઓમ માથુરને રાજ્યની રાજનીતિક પરિસ્થિતિ પર રિપોર્ટ કરવાનું કામ આપવામાં આવ્યું હતું. એપ્રિલ 2016માં માથુરે પોતાનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા આનંદીબેન પટેલનને હટાવવા જરૂરી ગણાવ્યા હતા. આ પછી ઓગસ્ટ 2016માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું. મીડિયાને તેની જાણકારી ફેસબુક પોસ્ટ પરથી થઇ હતી.
વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા
આનંદીબેન પટેલ પછી પાર્ટીએ વિજય રુપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ભાજપાએ 2017ની વિધાનસભાની ચૂંટણી રૂપાણીના નેતૃત્વમાં લડી હતી. ભાજપા 2017ની ચૂંટણી જીતી ગઇ હતી પણ જીતનું અંતર ઘણું ઓછું થઇ ગયું હતું. ભાજપાને 99 અને કોંગ્રેસને 77 સીટો પર જીત મળી હતી. એક સીટ એનસીપી, બે સીટ ભારતીય ટ્રાઇબલ પાર્ટીને અને 3 સીટ પર અપક્ષ ઉમેદવારોને જીત મળી હતી.
જોકે સપ્ટેમ્બર 2021માં વિજય રુપાણીએ રાજીનામું આપવું પડ્યું હતું. રાજનીતિક વિશ્લેષકોએ ખુરશી જવાના કારણમાં ખરાબ કોવિડ નીતિ, પાર્ટીમાં જુથવાદ, અપ્રભાવી સ્વભાવ ગણાવ્યો હતો.
રાજ્યની કમાન ભુપેન્દ્ર પટેલને મળી
રુપાણીના રાજીનામા પછી રાજ્યની કમાન ભુપેન્દ્ર પટેલને મળી છે. પટેલ આરએસએસ સાથે લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે. તે કાર્યકર્તાઓ માટે આસાનીથી ઉપલબ્ધ બતાવવામાં આવે છે. સાથે તેમની પટેલ સમુદાય પર સારી પકડ છે. આ ખાસિયતોને કારણે તેમને 2021માં સીએમ બનાવ્યા હતા. ભાજપા આ વખતે તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે.