Fake IAS Officer: અમદાવાદમાં ઝડપાયો નકલી આઈએએસ અધિકારી, નોકરીની લાલચ આપી લોકોને ઠગતો

Fake IAS Officer: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક નકલી આઈએએસ અધિકારીની ધરપકડ કરી છે. આ નકલી આઈએએસ ઓફિસર લોકોને નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા એંઠતો હતો.

Fake IAS Officer: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક નકલી આઈએએસ અધિકારીની ધરપકડ કરી છે. આ નકલી આઈએએસ ઓફિસર લોકોને નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા એંઠતો હતો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Fake IAS Officer, Fake IAS, Ahmedabad Crime Branch,

આરોપીએ છેતરપિંડી માટે નકલી વર્ક પરમિટ અને એનઓસી પણ બનાવ્યા હતા. (તસવીર: AhmedabadPolice/X)

Fake IAS Officer: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક નકલી આઈએએસ અધિકારીની ધરપકડ કરી છે. આ નકલી આઈએએસ ઓફિસર લોકોને નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા એંઠતો હતો. તે પોતાના વરિષ્ઠ સરકારી અધિકારી ગણાવતો હતો. જ્યારે આ નકલી આઈએએસ વિરૂદ્ધ લોકોએ પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસ એક્શનમાં આવી અને આ ઠગને ઝડપી પાડ્યો. આ ઠગનું નામ મેહુલ શાહ (29) છે. જે ખરેખરમાં એન્જીનિયર છે અને મોરબીના વાંકાનેરમાં બે શાળાઓનું પ્રબંધન જુએ છે.

Advertisment

આરોપી વિરૂદ્ધ લોકોએ કરી ફરિયાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક પોલીસ અધિકારી અનુસાર, ઠગ મેહુલ શાહ વિરૂદ્ધ એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના માલિકે ફરિયાદ કરી હતી. જેમણે જણાવ્યું હતું કે, આરોપી મેહુલ શાહે તેમની પાસે કાર ભાડા પર લેવા માટે સંપર્ક કર્યો હતો. તેણે પોતાના મહેસૂલ વિભાગના નિયામક અને IAS અધિકારી ગણાવ્યો હતો. જેના પછી મેહુલ શાહે ફરિયાદી પાસે કારમાં સાયરન અને પડદા લગાવરાવ્યા હતા અને ગૃહ મંત્રાલય, વિજ્ઞાન અને અનુસંધાન વિભાગનો નકલી લેટર પણ આપ્યો હતો.

https://twitter.com/AhmedabadPolice/status/1860628907453763968

આરોપી લોકોને નકલી લેટર દેખાડીને ફસાવતો હતો

પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપીએ નકલી લેટર દેખાડી અને ખોટા વાયદાઓ કરી લોકોને ઠગ્યા હતા. એક ફરિયાદીના પુત્રને તેણે સરકારી કાર્યાલયમાં નોકરી અપાવવાના નામે તેની પાસેથી લાખો રૂપિયા લીધા હતા. તેણે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો નકલી ઓફર લેટર તૈયાર કર્યો હતો અને તેણે ફરિયાદીના પુત્રને આપી દીધો હતો. જ્યારે યુવક નોકરી માટે પહોંચ્યો તો હકીકત જાણીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ પણ વાંચો: ટ્રેવિસ હેડ ટીમ ઇન્ડિયા માટે ખતરો બને એ પહેલા બુમરાહે ખેલ પાડી દીધો

Advertisment

આરોપી પાસેથી ઘણા નકલી દસ્તાવેજો મળી આવ્યા

પોલીસે એવું પણ જણાવ્યું કે, આરોપીએ છેતરપિંડી માટે નકલી વર્ક પરમિટ અને એનઓસી પણ બનાવ્યા હતા. તેણે લોકોને છેતરવા માટે ગૃહ મંત્રાલય અને અમદાવાદ ડીઈઓના નકલી લેટર પણ બનાવડાવ્યા હતા. પોલીસને આરોપી પાસેથી નકલી ઓળખ પત્ર અને નકલી દસ્તાવેજો મળી આવ્યા છે. જેના પર ભારત ગૌરવ રત્નશ્રી પરિષદ, વિજ્ઞાન એવમ અનુસંધાન વિકાસ વિભાગના અધ્યક્ષ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને રોડરસ્તા અને ભવન વિભાગ જેવા ટાઈટલો લખેલા છે. પોલીસે લોકોને સાવચેત કરતા કહ્યું કે, જો આ આરોપીએ અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે ઠગાઈ કરી છે તો તેઓ સામે આવે અને આ આરોપી વિરૂદ્ધ પોતાની ફરિયાદ દાખલ કરાવે.

Fake IAS, Ahmedabad Crime Branch,
ગુજરાતમાં છેલ્લા 2 મહિનામાં 19 જેટલા નકલી અધિકારીઓ ઝડપાઈ ચુક્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં છેલ્લા 2 મહિનામાં 19 જેટલા નકલી અધિકારીઓ ઝડપાઈ ચુક્યા છે. જેમાં સુરતમાં નકલી કસ્ટમ અધિકારી, અરવલ્લી જિલ્લામાંથી નકલી ડે.કલેક્ટર, સુરેન્દ્રનગરમાં નકલી સીબીઆઈ અધિકારી, સુરતના કામરેજમાં નકલી આઈપીએસ, સુરતના સિંગણાપોર ખાતેથી મહિલાઓની પજવણી કરતો નકલી આઈપીએસ, અમદાવાદમાં નકલી ગૃહમંત્રાલયનો અધિકારી, રાજકોટના કુવાડવા તાલુકાના માલીયાસણ ગામમાં ચાલતી નકલી શાળા, કરાઈમાં નકલી પીએસઆઈ ટ્રેનિંગ લેતા ઝડપાયો હતો.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસ અમદાવાદ ગુજરાત