Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ દેવવ્રતના ભાષણથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લો અઢી દાયકાને ગુજરાતનો સુવર્ણકાળ ગણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે, વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનના મુખ્ય અંશો
- ગુજરાત શબ્દ કાને પડતાં જ વિકાસનો નકશો માનસપટ પર અંકિત
- ગુજરાતના આટલા વર્ષના ઇતિહાસમાં છેલ્લા અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણકાળ તરીકે લોકહૃદયમાં અંકિત થઇ ગયો છે.
- ગુજરાતને ટેક્નોલૉજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજીક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.
- ગુજરાતની વિકાસયાત્રામાં GYAN કેન્દ્ર બિંદુ
- ગુજરાત સરકારે વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે.
- ગુજરતા સેમીકન્ડક્ટર પોલિસી અમલમાં મુકનાર દેશનું પ્રથમ રાજ્ય છે.
20 ફેબ્રુઆરી ગુજરાત બજેટ 2025 રજૂ થશે
ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્રમાં થઈ શકે છે 10 નવી જાહેરાતો
આ વર્ષનું કુલ બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે. આ બંને બિલો તેમના સંબંધિત ક્ષેત્રોમાં મોટા નિયમનકારી અને વહીવટી ફેરફારો લાવશે. બંને દરખાસ્તોના ડ્રાફ્ટ સંપાદનો ગૃહમાં સમીક્ષા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ બજેટમાં 10 નવી જાહેરાતો થઈ શકે છે.
ગુજરાતનું કુલ બજેટ
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાત બજેટના કુલ ખર્ચમાં અનુત્પાદક ખર્ચ રૂ. 1.51 લાખ કરોડ છે. બીજી તરફ ઉત્પાદક ખર્ચ રૂ. 1.33 લાખ કરોડ છે. આમ ગુજરાતના કુલ બજેટ ખર્ચમાં બિન-ઉત્પાદક ખર્ચનું પ્રમાણ ઉત્પાદક ખર્ચ કરતાં વધારે છે.





