અવિનાશ નાયરઃ ગુજરાતમાં દુનિયાનો પહેલો નેનો યૂરિયા પ્લાન્ટ છે. પરંતુ રાજ્યના ખેડૂતો નવા ઉત્પાદનનો ઉપયોગ કરવામાં ખચકાટ અનુભવે છે. નેનો યુરિયાના વેચાણ મામલે પણ રાજ્ય દેશમાં 11માં સ્થાન ઉપર છે. ગુજરાત સરકારના કૃષિ નિદેશક એસજે સોલંકીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે “મને વિશ્વાસ થતો નથી કે કેમ રાજ્યના ખેડૂતો નેનો યૂરિયાનો ઉપોયગ કરવામાં નિરાશા દાખવે છે. નેનો યૂરિયાની 500 મિલીલીટરની બોટલની કિંમત 240 રૂપિયાની છે. જ્યારે યૂરિયાની એક બોરીની કિંમત 266 રૂપિયા છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “રાજ્યમાં દર મહિને અંદાજી 1.5 લાખ બોટલોનું વેચાણ થાય છે. અમારું લક્ષ્ય આને વધારીને 4-5 લાખ બોટલ કરવાનું છે.” સંસદમાં ચાલી રહેલા શિયાળુંસત્રમાં દરમિયાન લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાં જણાવે છે કે નેનો યુરિયાના વેચાણમાં ગુજરાત 21 રાજ્યોની યાદીમાં 11માં સ્થાન ઉપર છે.
ઓગસ્ટ 2021 (જ્યારે ગુજરાતમાં નેનો યૂરિયાનું ઉત્પાદન શરૂ થયું) અને 12 ડિસેમ્બર 2022 વચ્ચે રાજ્યમાં કુલ 17.94 લાખ બોટલોનું વેચાણ થયું હતું. નેનો યૂરિયા વેચવામાં ટોપ ઉપર ઉત્તર પ્રદેશ રહ્યું છે. રાજ્યમાં 79.19 બોટલો વેચાઈ છે. જે આ 16 મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં થયેલા વેચાણની ચાર ગણી વધારે છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 20 ડિસેમ્બરે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણો
આ ઉપરાંત અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાન (31.44 લાખ બોટલ), બિહાર (30.67 લાખ બોટલ) અને પંજાબ (30.4 લાખ બોટલ) પણ નેનો યુરિયાનો ઉપયોગ કરનાર મુખ્ય રાજ્યોની યાદીમાં સામેલ થયા છે. જેમને સરકારની સબસિડી પ્રાપ્ત થતી નથી. આની તુલનામાં ગુજરાતમાં 50 કિલોગ્રામ બેગમાં વેચવામાં આવતા યુરિયાની કિંમત લગભગ 3500 રૂપિયા છે. પ્રતિબેગ લગભગ 32,00-3250 રૂપિયાની સબસિડી મળે છે.
ઓગસ્ટ 2021થી ડિસેમ્બર 2022 વચ્ચે ગુજરાતમાં નેનો યૂરિયાનું વેચાણ દેશમાં નવા ઉત્પાદનની કુલ વેચાણના માત્ર ચાર ટકા છે. ઇફ્કોએ 1 ઓગસ્ટ 2021ના ગુજરાતમાં કલોલમાં નેનો યૂરિયા તરલ ખાતરની 1.5 લાખ બોટલ પ્રતિ દિવસ (500 મિલીલીટર)ના ઉત્પાદન ક્ષમતાની સાથે પોતાનો પહેલો પ્લાન્ટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ફેબ્રુઆરીમાં અર્બન-20 સમિટ યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલે વેબસાઇટ, લોગોનું અનાવરણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં ઔપચારિક રૂપથી આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યારે ચાલતા રવિ સિઝન 2022-23 માટે ગુજરાતમાં નેનો યૂરિયાની છ લાખ બોટલોની જરૂરિયાત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નેનૌ યુરિયાની બોટલોનું સૌથી ઓછું વેચાણ કેરળમાં (2 લાખ), હિમાચલ પ્રદેશમાં (2.09 લાખ) અને ઉત્તરાખંડ (2.85 લાખ)માં થઈ છે. ઓગસ્ટ 2021થી નેનો યૂરિયાની 3.66 લાખ બોટલોની નિકાસ થઈ છે. જેમાં3.06 લાખ બોટલો શ્રીલંકા મોકલામાં આવી છે જ્યારે 60,000 બોટલો નેપાળમાં મોકલવામાં આવી છે.