/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Tribute-to-Ratan-Tata-at-Garba-Pandal.jpg)
રતન ટાટાના નિધનની ખબર આવતા જ ગરબા રોકી દેવામાં આવ્યા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)
Ratan Tata Passed Away: બિઝનેસ ટાયકૂન રતન ટાટા હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગત રાત્રે જ્યારે આ સમાચાર આવ્યા તો દરેક વ્યક્તિ શોકમગ્ન થઈ ગયો. તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવાયા. સોશિયલ મીડિયામાં એવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં નવરાત્રી દરમિયાન ચાલી રહેલા ગરબા પ્રોગ્રામ થોભી દેવાયા હતા. આ બધુ જ રતન ટાટાના સન્માનમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પંડાલમાં મોટી સંખ્યામાં લોકો હાજર છે. ખેલૈયાઓ ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં દેખાઈ રહ્યા છે પરંતુ જ્યારે રતન ટાટાના નિધનની ખબર સામે આવે છે તો ગરબાને રોકી દેવામાં આવે છે. તમામ લોકો શાંત થઈને મૌન પાળી રહ્યા છે. તમામ લોકોએ ગરબા રોકીને રતન ટાટા માટે પ્રાર્થના કરી હતી.
સોશિયલ મીડિયામાં આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક્સ હેન્ડલ પર ફનિલ કોઠારી નામના એક યૂઝરે વીડિયો શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું,"આ ગરબા કાર્યક્રમમાં રતન ટાટા સરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ નવરાત્રીના શુભ અવસર પર થયું. તેમની આત્માને શાંતિ મળે. ખાસ કરીને આવા પવિત્ર દાનવીરને". ગરબા અને દાંડિયા નાઈટમાં લોકો પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરેલા હતા, જ્યારે સ્ટેજ પર સિંગર રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગીત ગાઈ રહ્યા હતા.
મુંબઈના ગોરેગાંવ ક્ષેત્રમાં આયોજીત દાંડિયાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો શાંતિખી ઉભેલા છે અને રતન ટાટાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. સોશિયલ મીડયામાં આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પોતપોતાની રીતે બિઝનેસ ટાયકૂન રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે રતન ટાટા એવા માણસ છે જેમણે સૌથી વધુ સન્માન પ્રાપ્ત કર્યું છે. તેમની આ વિરાસત વર્ષો સુધી જીવિત રહેશે. ત્યાં જ એક અન્ય યૂઝરે લખ્યું, વિશ્વાસ નથી થતો કે રતન ટાટા હવે આપણી વચ્ચે નથી રહ્યા. એક એવા વ્યક્તિ જેમને કોઈ નફરત ન કરી શકે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us