રાજ્યના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ (GFL) કંપનીમાં બોઈલર વિસ્ફોટ થયો અને તેના કારણે ગેસ લીકેજ થયો હતો. આ કારણે 25 કામદારો ઘાયલ થયા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગેસ લીકેજના કારણે ઓછામાં ઓછા પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે, “બુધવારે બનેલી ઘટના બાદ અમે 15 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલી હતી… પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો અને પછી ગેસ લીકેજ થયો હતો જેનાથી 25 કર્મચારીઓને અસર થઈ હતી… તેમને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (હાલોલમાં) તેમજ બે ખાનગી હોસ્પિટલો – મા અને કૃપાલુમાં લઈ જવામાં આવ્યા છે.”
જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે ઘાયલ કામદારોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે અને જેમને વધુ સારી સારવારની જરૂર છે તેમને વડોદરા મોકલવામાં આવશે.
આ પણ વાંચો: નેપાળ પાસે નોટ છાપવાનું મશીન નથી, ભારત સહિત આ દેશો પાસે પોતાની ચલણી નોટો છાપાવે છે?
વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને ઘટનાનું કારણ શું છે તે જાણવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અને અધિક જિલ્લા કલેક્ટર જે.જે. પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.