પંચમહાલમાં બોઈલર વિસ્ફોટ બાદ ગેસ લીકેજ, 25 કારીગરો ઈજાગ્રસ્ત

રાજ્યના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ (GFL) કંપનીમાં બોઈલર વિસ્ફોટ થયો અને તેના કારણે ગેસ લીકેજ થયો હતો. આ કારણે 25 કામદારો ઘાયલ થયા જેમને

Ahmedabad September 10, 2025 18:10 IST
પંચમહાલમાં બોઈલર વિસ્ફોટ બાદ ગેસ લીકેજ, 25 કારીગરો ઈજાગ્રસ્ત
ગેસ લીકેજના કારણે ઓછામાં ઓછા પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. (Express photo)

રાજ્યના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ (GFL) કંપનીમાં બોઈલર વિસ્ફોટ થયો અને તેના કારણે ગેસ લીકેજ થયો હતો. આ કારણે 25 કામદારો ઘાયલ થયા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગેસ લીકેજના કારણે ઓછામાં ઓછા પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.

પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે, “બુધવારે બનેલી ઘટના બાદ અમે 15 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલી હતી… પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો અને પછી ગેસ લીકેજ થયો હતો જેનાથી 25 કર્મચારીઓને અસર થઈ હતી… તેમને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (હાલોલમાં) તેમજ બે ખાનગી હોસ્પિટલો – મા અને કૃપાલુમાં લઈ જવામાં આવ્યા છે.”

જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે ઘાયલ કામદારોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે અને જેમને વધુ સારી સારવારની જરૂર છે તેમને વડોદરા મોકલવામાં આવશે.

આ પણ વાંચો: નેપાળ પાસે નોટ છાપવાનું મશીન નથી, ભારત સહિત આ દેશો પાસે પોતાની ચલણી નોટો છાપાવે છે?

વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને ઘટનાનું કારણ શું છે તે જાણવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અને અધિક જિલ્લા કલેક્ટર જે.જે. પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ