GFCI ની 38મી એડિશનમાં ગિફ્ટ સિટી ત્રણ ક્રમની છલાંગ લગાવીને વિશ્વમાં 43મા સ્થાને પહોંચી

ભારતના સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર અને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)એ વૈશ્વિક સ્તરે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે.

Ahmedabad October 14, 2025 20:20 IST
GFCI ની 38મી એડિશનમાં ગિફ્ટ સિટી ત્રણ ક્રમની છલાંગ લગાવીને વિશ્વમાં 43મા સ્થાને પહોંચી
ગિફ્ટ સિટી ત્રણ ક્રમની છલાંગ લગાવીને વિશ્વમાં 43મા સ્થાને પહોંચી. (તસવીર: સોશિયલ મીડિયા)

ભારતના સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર અને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)એ વૈશ્વિક સ્તરે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સની 38મી એડિશનના (GFCI 38) રેન્કિંગમાં તેણે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 43મું સ્થાન મેળવ્યું છે.

ગિફ્ટ સિટીનું એકંદરે રેટિંગ સુધર્યું છે જે ભારતની ઉભરતી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમમાં વિદેશી રોકાણકારો અને સંસ્થાઓમાં વધી રહેલો વિશ્વાસ દર્શાવે છે. તેણે ફિનટેક ઇન્ડેક્સમાં પણ નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે જ્યાં તે પાંચ ક્રમની છલાંગ લગાવીને 40 માંથી 35મા ક્રમે આવી છે. આ પ્રગતિ ઇનોવેશન અને ટેક્નોલોજી સંચાલિત ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટેના સેન્ટર તરીકે તેની વધતી તાકાતનો પુનરોચ્ચાર કરે છે.

પ્રાદેશિક બાબતે ગિફ્ટ સિટીએ એશિયા-પેસિફિકમાં ટોચના 15 ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં સ્થાન જાળવી રાખ્યું છે અને આ ગ્રુપનો ભાગ બનનારી ભારતની એકમાત્ર સિટી બની છે. આ સ્થાન ગ્લોબલ ફાઇનાન્સમાં ઉભરતી સિટી તરીકે તેની ભૂમિકાનો પુનરોચ્ચાર કરે છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ-ફ્રેન્ડલી રેગ્યુલેશન અને પ્રતિભા-સંપન્ન વાતાવરણનો આકર્ષક સમન્વય રજૂ કરે છે. તેને GFCI 38 રિપોર્ટમાં વિશ્વભરમાં “The 15 Centres Likely to Become More Significant” ની યાદીમાં પણ સ્થાન મળ્યું છે જે તેના વધતા આંતરરાષ્ટ્રીય પ્રભાવ તથા ભવિષ્યની સંભાવના દર્શાવે છે.

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીએ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં સ્થિર ગતિએ કરેલી પ્રગતિ ઇન્ટરનેશનલ ફાઇનાન્સના ક્ષેત્રે ભારતના વધતા જતા પ્રભાવને દર્શાવે છે. એકંદરે તથા ફિનટેક રેન્કિંગ એમ બંનેમાં અમારી પ્રગતિ નવીનતા, નિયમનકારી શક્તિ અને ઓપરેશનલ કાર્યક્ષમતાનો સમન્વય કરવાની ગિફ્ટ સિટીની ક્ષમતા રજૂ કરે છે. આ પ્રગતિ સ્પર્ધાત્મક, ભવિષ્ય માટે તૈયાર ફાઇનાન્શિયલ હબ તરીકે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક સંસ્થાઓ જે વિશ્વાસ મૂકી રહી છે તેનું પ્રતિબિંબ પાડે છે.

આ પણ વાંચો: ભાજપમાં જોડાઈ મૈથિલી ઠાકુર, અલીનગર વિધાનસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જેમ જેમ આપણે આપણી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનું ચાલુ રાખીએ છીએ અને બેંકિંગ, ઇન્શ્યોરન્સ, ફંડ્સ, ફિનટેક અને મૂડી બજારોમાં વૈશ્વિક કંપનીઓને આકર્ષિત કરીએ છીએ તેમ તેમ ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય ક્ષેત્રે વ્યૂહાત્મક કેન્દ્ર બનવાની ભારતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે તૈયાર છે.

ઝેડ/યેન ગ્રુપના સીઈઓ માઈક વોર્ડલે જણાવ્યું હતું કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગિફ્ટ સિટીની પ્રગતિ ભારતની વિકસતી ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમમાં વધતા વિશ્વાસને દર્શાવે છે. એકંદરે અને ફિનટેક રેન્કિંગ બંનેમાં તેની સતત પ્રગતિ નવીનતા અને નિયમનના મજબૂત સંતુલનને રજૂ કરે છે, જે તેને ગ્લોબલ ફાઇનાન્સમાં વધુને વધુ મહત્વપૂર્ણ સ્થળ તરીકે સ્થાન આપે છે.

ઝેડ/યેન ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI) ની 38મી એડિશનમાં વર્લ્ડ બેંક, ઓર્ગેનાઇઝેશન પોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી) તથા સંયુક્ત રાષ્ટ્રો સહિતની થર્ડ-પાર્ટી સંસ્થાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા 140થી વધુ નિર્ણાયક પરિબળોનો ઉપયોગ કરીને વિશ્વભરના 135 ફાઇનાન્શિયલ સેન્ટર્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ 135 ફાઇનાન્શયિલ સેન્ટર્સમાંથી 120 સેન્ટર્સે મેઇલ ઇન્ડેક્સમાં સ્થાન મેળવ્યું છે. આ ઇન્ડેક્સ વ્યાપાર માટેના માહોલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ મૂડી, નાણાંકીય ક્ષેત્રે વિકાસ અને પ્રતિષ્ઠાના લાભ જેવા પરિમાણો દ્વારા નાણાંકીય કેન્દ્રોનું મૂલ્યાંકન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ