Gujarat Health Department Recruitment: રાજ્યના આરોગ્ય વિભાગમાં 2000થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Gujarat Health Department Recruitment: રાજ્યના આરોગ્ય વિભાગની કુલ 2800 જગ્યાઓ માટેની અરજી આવતીકાલે બપોરે કલાક એક વાગ્યાથી ઓજસથી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 રહેશે.

Written by Rakesh Parmar
November 20, 2024 22:15 IST
Gujarat Health Department Recruitment: રાજ્યના આરોગ્ય વિભાગમાં 2000થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત
આ રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગની સૌથી મોટી ભરતી હશે. (તસવીર: Freepik)

Gujarat Health Department Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મેડિકલ ક્ષેત્રે સરકારી નોકરીના ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત સરકારે સારા સમાચાર આપ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને સ્વાસ્થ્ય વિભાગની સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે. મેડિકલ ફિલ્ડમાં 2 હજારથી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જીપીએસસી તરફથી આ અંતર્ગત જાણકારીનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

સ્વાસ્થ્ય વિભાગમાં ભરતી

પ્રાપ્ત માહિતી અનુસાર, આ રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગની સૌથી મોટી ભરતી હશે. જેમાં 2000થી વધુ પદો ભરવામાં આવશે. વાત કરીએ મેડિકલ ઓફિસર ક્લાસ-2ની તો 1506 પદો પર ભરતીની ઘોષણા કરવામાં આવી છે. આ સિવાય જનરલ સર્જનના 200 પદ ભરવામાં આવશે. ફિઝિશિયન સ્પેશ્યાલિસ્ટના 227 પદ, ગાયનોકોલોજિસ્ટના 273 પદ અને ઈંશ્યોરન્સ મેડિકલ ઓફિસર માટે 147 પદો પર ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતીય મહિલા હોકી ટીમે ફાઈનલમાં રચ્યો ઈતિહાસ, ચીનને 1-0 થી હરાવ્યું

આ જગ્યાઓ પર ભરતી થશે

  • મેડિકલ ઓફિસર વર્ગ II ની 1506 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
  • જનરલ સર્જન સ્પેશિયાલિસ્ટની 200 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  • ફિઝીશિયન નિષ્ણાત 227 જગભારતી
  • ગાયનેકોલોજી એક્સપર્ટની 273 જગ્યાઓ માટે ભરતી
  • ઈંશ્યોરન્સ મેડિકલ ઓફિસરની 147 જગ્યાઓ પર ભરતી

આ અંગે જીપીએસસી પ્રમુખ હસમુખ પટેલે એક ટ્વીટ પણ કર્યું છે અને તેમાં જણાવ્યા અનુસાર,”સરકારી દવાખાના તથા મેડિકલ કોલેજમાં ડોક્ટરો તથા પ્રાધ્યાપકો મળી રહે તે હેતુથી આયોગ દ્વારા કુલ 2800 થી વધુ જગ્યાઓ માટે 29 સંવર્ગની જાહેર ખબર વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. જે ઉમેદવારો અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તેઓ પણ અરજી કરી શકશે. આરોગ્ય વિભાગની કુલ 2800 જગ્યાઓ માટેની અરજી આવતીકાલે બપોરે કલાક એક વાગ્યાથી ઓજસથી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 રહેશે.”

E

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ