BZ Scam: ગુજરાતમાં બીઝેડ પોન્ઝી સ્કિમ કૌભાંડાના માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી લીધી છે ત્યારે હવે આ પોન્ઝી સ્કિમમાં થયેલ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઈમની ટીમ ઘણા લોકોને આરોપી બનાવી તેમની પાસે પૂછપરછ કરી રહી છે. હવે આ કેસમાં મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને સીઆઈડી ક્રાઈમ તપાસ માટે શાળામાંથી ઉઠાવીને ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ હતી.
ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલની પૂછપરછ દરમિયાન મોટા ઘટસ્ફોટ થયા છે. આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે.
આ પણ વાંચો: વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બની ધમકી ભર્યો મેઈલ, સ્કૂલ અને પોલીસ તંત્ર દોડતું
આ શિક્ષકના અગાઉ ગીફટ લેતા વાયરલ થયેલા વીડિયોને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. તેના દ્વારા અપાયેલ નિયંત્રણ કાર્ડ પણ કબજે કરાયા હતા.
તમને જણાવી દઈએ કે, બીઝેડ ગ્રૂપના સીઆઈડી દ્વારા નનામી અરજીના આધારે ગુનો નોંધી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના સીઈઓ સહિત 7 આરોપીઓને જેલ હવાલે કર્યા છે.





