ગુજરાતમાં અહીં બનશે ઉમિયા માતાનું ભવ્ય મંદિર; 300 સ્તંભો પર બંધાશે ગર્ભગૃહ, વરસાદમાં ચમકશે ગુલાબી પથ્થર

Shri Umiya Mataji Temple: મા ઉમિયાના આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજકોટમાં બીજા રિંગ રોડ પર જસવંતપુરા ગામની પાસે થઈ રહ્યું છે. ઉમિયા માતાજીના મંદિરના નિર્માણના કામની શરૂઆથ 13 ડિસેમ્બરથી થશે, આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

Written by Rakesh Parmar
December 10, 2024 17:40 IST
ગુજરાતમાં અહીં બનશે ઉમિયા માતાનું ભવ્ય મંદિર; 300 સ્તંભો પર બંધાશે ગર્ભગૃહ, વરસાદમાં ચમકશે ગુલાબી પથ્થર
મા ઉમિયાના આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજકોટ રિંગ રોડ પર જસવંતપુરા ગામની પાસે થઈ રહ્યું છે. (તસવીર: Instagram)

Shri Umiya Mataji Temple: રાજકોટ ખાતે ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરના ગર્ભગૃહમાં ઉમિયા માતાની 51 ઈંચની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવશે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

મા ઉમિયાના આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજકોટમાં બીજા રિંગ રોડ પર જસવંતપુરા ગામની પાસે થઈ રહ્યું છે. ઉમિયા માતાજીના મંદિરના નિર્માણના કામની શરૂઆથ 13 ડિસેમ્બરથી થશે, આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે શહેરમાં રહેતા કડવા પાટીદાર પરિવારોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ભરતપુરથી આવશે ગુલાબી પથ્થર

આ ભવ્ય મંદિરના નિર્માણ માટે ભરતપુરથી 1 થી 10 ટન વજની 15000 ગુલાબી પથ્થરો રાજકોટ લવાશે. આ પથ્થરોને કંડારીને મંદિરને આકાર આપવામાં આવશે. આ સિવાય શ્રી ઉમિયા માતાજી સંસ્થા તરફથી યોજાનારા આ કાર્યક્રમની જાણકારી આપતા એક ભક્તે જણાવ્યું હતું કે, મંદિરનું નિર્માણ વિશેષ પૌરાણિક ટેકનિક પર આધારિત નાગર શૈલીમાં કરવામાં આવશે. ગર્ભગૃહ 300 સ્તંભો પર બનાવવામાં આવશે. એક હજાર વર્ષ સુધી ટકનાર આ મંદિરનું નિર્માણ સોમપુરા મૂર્તિકાર કરશે. 130 ફુટ પહોળા અને 170 ફૂટ લાંબા મંદિરની ઉંચાઈ 71 ફૂટ હશે.

આ પણ વાંચો: અમદાવાદથી દેશના આ ચાર શહેરો માટે સીધી ફ્લાઇટ શરૂ, જાણો ટાઈમ ટેબલ

200 ફૂટના અંદરે પણ થશે દર્શન

ગર્ભગૃહ અને તેની સામે બે સભા ખંડ નાગર શૈલીમાં બનાવવામાં આવશે. જ્યાં માતાજીના ભક્તો 200 ફૂટ દૂરથી પણ દર્શન કરી શકશે. મંદિરમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ગર્ભગૃહમાં ઉમિયાજીની 51 ઇંચની દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શાસ્ત્રોમાં નિયત વિધિ મુજબ સ્થાપિત કરવામાં આવશે. સભા મંડપને એવી રીતે આકાર આપવામાં આવશે કે ભક્તો મંદિરની આસપાસ ફરી શકે. શિવાજી અને રાધાકૃષ્ણના મંદિરો પણ બનાવવામાં આવશે.

ઉમિયા માતાજીના મંદિરની વિશેષતાઓ

  • 1 થી 10 ટન પથ્થરની કોતરણી સાથે તૈયાર કરી રાજકોટ લવાશે.
  • 6 થી 7 તીવ્રતાના ભૂકંપ પછી પણ મંદિર મજબૂત રહેશે.
  • સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કર્યા વિના માત્ર પથ્થરના ચણતરથી મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
  • વરસાદમાં ગુલાબી પથ્થર વધુ ચમકદાર બનશે અને સમય જતાં મંદિર વધુ સુંદર લાગશે.
  • ભવિષ્યમાં ખુલ્લા સભાગૃહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ