/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/GSEB-Result-2025-Date-and-Time.jpg)
GSEB બોર્ડ પરીક્ષા પરિણામ પદ્ધતિ (પ્રતિકાત્મક તસવીર)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે 5 મે 2025, સોમવારે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે.
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જાહેર કરવામાં આવશે.@CMOGuj l @InfoGujarat l @PMOIndia
— Dr. Kuber Dindor (@kuberdindor) May 4, 2025
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 05/05/2025 ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.
ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું સંપૂર્ણ પરિણામ અહીં જુઓ
- વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે.
- વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર -6357300971 પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે.
પરિણામ ચેક કરવા સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ
- સૌ પ્રથમ www.gseb.org પર જવું.
- હવે Gujarat HSC Result લીંક પર ક્લીક કરો.
- હવે લીંકમાં સીટ નંબર એન્ટર કરો.
- હવે તમને માર્કશીટ જોવા મળશે.
વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળા વાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.
કેટલા વિદ્યાર્થી નોંધાયા હતા?
| ધોરણ 12 સામાન્ય પ્રવાહ | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ |
| નિયમિત વિદ્યાર્થીઓ - 3,64,859 | નિયમિત વિદ્યાર્થીઓ - 1,00,813 |
| રીપીટર વિદ્યાર્થી - 22,652 | રીપીટર વિદ્યાર્થી - 10,476 |
| આઇસોલેટેડ - 4,031 | આઇસોલેટેડ - 95 |
| ખાનગી - 24,061 | કુલ - 1,11,38 |
| ખાનગી રીપીટર - 8,306 | |
| કુલ - 4,23,909 |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us