Gopal Italia Detained: આમ આદમી પાર્ટીના ગુજરાત કન્વીનર ગોપાલ ઇટાલિયાની ગુરુવારે (13 ઓક્ટોબર) દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. ગોપાલ ઇટાલિયાને દિલ્હી પોલીસે ત્રણ કલાકની ધરપકડ પછી છોડી દીધો છે. આ દરમિયાન તેની વાયરલ વીડિયોને લઇને પૂછપરછ કરવામાં આવી હતી. આપ સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે ગુજરાતના લોકોના ભારે દબાણના કારણે ગોપાલ ઇટાલિયાને છોડવો પડ્યો, ગુજરાતના લોકોની જીત થઇ. દિલ્હી પોલીસ ગોપાલને સરિતા વિહાર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
વાયરલ વીડિયોની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. ત્યારથી ભાજપ સતત આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહ્યું છે.
ગોપાલ ઈટાલિયા સામે પગલાં લેવા જોઈએઃ આ મામલે માહિતી આપતાં NCWના પ્રમુખ રેખા શર્માએ કહ્યું કે, “ગોપાલ ઈટાલિયાએ કોઈ નોટિસ મળી છે તે મૈામલે ઈન્કાર કર્યો હતો, જો કે તેનો જવાબ પહેલાથી જ તૈયાર છે પરંતુ તેમણે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. મેં પોલીસને કહ્યું છે કે, તેમની સામે પગલાં લેવા જોઈએ કારણ કે તેઓ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ પણ વાંચો – “AAP ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી પરંતુ વિપક્ષમાં પાર્ટી… અહીં કોંગ્રેસની ક્યારે વોટ બેન્ક રહી નથી” : ઇસુદાન ગઢવી
આ પહેલા NCW પ્રમુખ રેખા શર્માએ પોતાની ઓફિસની બહાર AAP કાર્યકરોના વિરોધ અંગે ટ્વીટ કર્યું હતું. NCWના AAP ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાને એક વીડિયોના સંબંધમાં બોલાવ્યા બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વીડિયોમાં તેઓ વડાપ્રધાન માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.