Gujarat - Himachal Pradesh Election Result 2022 Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ, ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું, 12મી ડિસેમ્બરે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે

Gujarat - Himachal Pradesh Assembly Election Result 2022 Live Updates : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે

Gujarat - Himachal Pradesh Assembly Election Result 2022 Live Updates : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ

Gujarat - Himachal Pradesh Election Result 2022 Updates : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં ગુજરાતમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનાવવા સફળ રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીનો સૌથી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પહોંચી તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું છે. આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે. ત્યાર બાદ ધારાસભ્યદળના નેતાની પસંદગી કરાશે. આ પછી 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.

Advertisment

હિમાચલ પ્રદેશમાંકોંગ્રેસની સરકાર, બીજેપીમાં ભાજપ સરકાર

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે. આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળી નથી. હિમાચલ પ્રદેશમાં વલણ રહ્યું છે કે સત્તાધારી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડે છે. બીજી તરફ ગુજરાતમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસનો 17 અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. અન્યને ચાર બેઠકો મળી છે.

ગુજરાત ચૂંટણી પરિણામ LIVE, ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ જાણો LIVE

ભાજપે ગુજરાતમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો

ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી. આ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના નામે હતો. કોંગ્રેસે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં 1985માં 149 સીટો પર જીત મેળવી હતી. જે અત્યાર સુધી સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ હતો.

હિમાચલ પ્રદેશમા પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિમા સિંહે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત નક્કી છે પણ મુખ્યમંત્રી માટેનો નિર્ણય હાઇકમાન્ડ કરશે. હિમાચલ પ્રદેશના જીતેલા ધારાસભ્યોને હોટલ લઇ જવામાં આવશે.

Advertisment
  • Dec 09, 2022 14:59 IST

    ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું, 12મી ડિસેમ્બરે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પહોંચી તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું છે. આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે. ત્યાર બાદ ધારાસભ્યદળના નેતાની પસંદગી કરાશે. આ પછી 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.



  • Dec 09, 2022 00:11 IST

    ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી

    ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી



  • Dec 08, 2022 22:55 IST

    ગુજરાતમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી

    ગુજરાતમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસનો 17 અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. એક બેઠક સમાજવાદી પાર્ટી અને અન્યને 3 બેઠકો મળી છે.



  • Dec 08, 2022 20:21 IST

    હિમાચલ પ્રદેશમાં કોગ્રેસને 40 સીટો

    હિમાચલ પ્રદેશમાં બધી જ સીટોના પરિણામ જાહેર થઇ ગયા છે. કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે



  • Dec 08, 2022 19:01 IST

    પીએમ નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી મુખ્યાલય પહોંચ્યા

    — ANI (@ANI) December 8, 2022



  • Dec 08, 2022 18:34 IST

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી ભાજપા મુખ્યાલય પહોંચ્યા

    — ANI (@ANI) December 8, 2022



  • Dec 08, 2022 18:33 IST

    ગુજરાતમાં ભવ્ય જીતની દિલ્હીમાં ઉજવણી

    ગુજરાતમાં ભવ્ય જીતની દિલ્હીમાં ઉજવણી, પીએમ નરેન્દ્ર મોદી કાર્યકરોને સંબોધિત કરશે



  • Dec 08, 2022 14:16 IST

    હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો 4 સીટ પર વિજય, 36 સીટો પર આગળ

    — ANI (@ANI) December 8, 2022



  • Dec 08, 2022 13:16 IST

    હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના કાર્યકર્તા ઉત્સાહિત

    — ANI (@ANI) December 8, 2022



  • Dec 08, 2022 12:16 IST

    ભાજપ 149 સીટો પર આગળ

    — ANI (@ANI) December 8, 2022



  • Dec 08, 2022 11:44 IST

    હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો વિજય

    હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને સેરાજ સીટથી બીજેપી ઉમેદવાર જયરામ ઠાકુરે 20 હજાર મતોથી જીત મેળવી છે.



  • Dec 08, 2022 11:29 IST

    હિમાચલ પ્રદેશમાંકોંગ્રેસ 35 સીટ પર આગળ

    — ANI (@ANI) December 8, 2022



  • Dec 08, 2022 10:32 IST

    ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત

    https://gujarati.indianexpress.com/elections/gujarat-assembly-election-result-2022-live-updates-bjp-going-on-big-victory/27847/



  • Dec 08, 2022 09:50 IST

    હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ 34 બેઠક પર આગળ

    હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે. સત્તા પરિવર્તન થશે એ ચર્ચાઓ થવા લાગી છે. ભાજપને પાછળ રાખી કોંગ્રેસ આગળ આવી રહ્યું છે. કોંગ્રેસ 34 બેઠક અને ભાજપ 32 બેઠક પર આગળ છે.



  • Dec 08, 2022 09:47 IST

    ગુજરાતમાં ભાજપ રેકોર્ડ તરફ, 145 બેઠક પર આગળ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે એ જોતાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. ભાજપ 145 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 24 બેઠક પર અને આપ 9 બેઠક, અન્ય 4 બેઠક પર આગળ છે.



  • Dec 08, 2022 09:24 IST

    ગુજરાત ચૂંટણી પરિણામ 2022 : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી આગળ

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-election-result-2022-hardik-patel-alpesh-thakor-and-jignesh-mevani-ahead/27828/



  • Dec 08, 2022 09:16 IST

    ગુજરાત- ભાજપ 136 બેઠક પર આગળ

    હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડ જોતાં ભાજપ એક તરફી રીતે આગળ છે. ભાજપ 136 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 36 બેઠક, આપ 5 અને અન્ય 5 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.



  • Dec 08, 2022 09:15 IST

    હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર કોંગ્રેસ આગળ

    હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. બંને ઉપર નીચે થઇ રહ્યા છે. હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ આવ્યું છે. કોંગ્રેસ 35 બેઠક પર આગળ છે જ્યારે ભાજપ 32 અને અન્ય એક બેઠક પર આગળ છે.



  • Dec 08, 2022 09:13 IST

    બનાસકાંઠા ફરી એકવાર પંજાના હાથમાં

    ગુજરાત : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોંગ્રેસ મજબૂત દેખાઇ રહ્યું છે. નવ બેઠકો પૈકી સાત બેઠકો પર કોંગ્રેસ આગળ છે અને 2 બેઠક પર ભાજપ આગળ છે.



  • Dec 08, 2022 09:01 IST

    PM મોદીના જિલ્લામાં ભાજપ 6 બેઠક પર આગળ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન મહેસાણા જિલ્લાની સાત બેઠકો પૈકી છ બેઠક પર ભાજપ આગળ છે. એક બેઠક ખેરાલુ પર અપક્ષ ઉમેદવાર આગળ છે.



  • Dec 08, 2022 08:54 IST

    ગુજરાત - આપ ઉપર ઝાડુ ફરશે

    ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મોટી વાતો પોકળ સાબિત થવા જઇ રહી છે. ભાજપ પર ઝાડું ફેરવવાની વાતો થઇ હતી પરંતુ ચાલી રહેલ ટ્રેન્ડ જોતાં આપ ઉપર ઝાડું ફરી વળતું દેખાય છે. માત્ર 3 બેઠકો પર જ આપ આગળ છે.



  • Dec 08, 2022 08:51 IST

    ગુજરાત- અલ્પેશ, હાર્દિક અને જિગ્નેશ આગળ

    આંદોલનથી ચર્ચામાં આવેલા ગુજરાતના ત્રણ યુવા ચહેરા ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણી ત્રણેય ઉમેદવારો પોતાની બેઠક પર આગળ ચાલી રહ્યા છે.



  • Dec 08, 2022 08:50 IST

    હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ સમાન

    હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ 34 બેઠકો પર સરખી રીતે આગળ ચાલી રહ્યા છે.



  • Dec 08, 2022 08:42 IST

    આપના ઇસુદાન ગઢવી પાછળ

    ગુજરાત આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના નેતા ઇસુદાન ગઢવી ખંભાળીયા બેઠક પર પાછળ ચાલી રહ્યા છે.



  • Dec 08, 2022 08:40 IST

    હિમાચલમાં ભાજપે કોંગ્રેસને પાછળ છોડ્યું

    હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર હતી. જોકે હાલમાં આવી રહેલા ટ્રેન્ડ મુજબ ભાજપ 36 બેઠક પર આગળ છે અને કોંગ્રેસ 32 બેઠક પર આગળ છે.



  • Dec 08, 2022 08:35 IST

    હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર

    હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને 33 બેઠક પર આગળ જોવા મળી રહ્યા છે.



  • Dec 08, 2022 08:31 IST

    ગુજરાત- ભાજપ 127 બેઠક પર આગળ

    ગુજરાતમાં ભાજપ જીતના તમામ રેકોર્ડ તોડે એવી સંભાવના દેખાઇ રહી છે. ભાજપ 127 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 43, આપ 2 બેઠક પર આગળ



  • Dec 08, 2022 08:25 IST

    ગુજરાત- વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ પાછળ

    પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલ ભાજપ તરફથી વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. જે પાછળ છે.



  • Dec 08, 2022 08:23 IST

    ગુજરાતમાં ભાજપની સદી, 107 પર આગળ

    ગુજરાતમાં ભાજપ રેકોર્ડબ્રેક તરફ આગળ વધી રહી છે. ભાજપ 107 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 25 અને આમ આદમી પાર્ટી 3 બેઠક પર આગળ છે.



  • Dec 08, 2022 08:19 IST

    હિમાચલમાં ભાજપ 13 કોંગ્રેસ 13 બેઠક

    હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, ભાજપ કોંગ્રેસ બંને 13 13 બેઠકો પર આગળ



  • Dec 08, 2022 08:18 IST

    ગુજરાત- ભાજપ 58, કોંગ્રેસ 17, આપ 3

    ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવા તરફ આગળ, વિક્રમી જીત મળવાની સંભવાના



  • Dec 08, 2022 08:14 IST

    ગુજરાતમાં મત ગણતરીનું ડબલ એંજિન

    — ANI (@ANI) December 8, 2022



  • Dec 08, 2022 08:11 IST

    હિમાચલ પ્રદેશ - ભાજપ 6, કોંગ્રેસ 2

    હિમાચલ પ્રદેશમાં મત ગણતરી શરૂ થતાં ભાજપ 6 બેઠક પર અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ છે.



  • Dec 08, 2022 08:10 IST

    ગુજરાત : ભાજપ 20, કોંગ્રેસ 7, આપ 2

    ગુજરાત મત ગણતરી શરૂ થતાં જ ભાજપને 20 બેઠકો પર આગળ, કોંગ્રેસ 7 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર આગળ છે.



  • Dec 08, 2022 08:08 IST

    ગુજરાત : 11 બેઠક પર ભાજપ, 1 પર કોંગ્રેસ આગળ

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ મત ગણતરી શરૂ, પ્રારંભિક તબક્કે ભાજપ 11 બેઠકો પર આગળ અને 1 બેઠક પર કોંગ્રેસ, એક બેઠક પર આમ આદમી પાર્ટી આગળ



  • Dec 08, 2022 07:59 IST

    Gujarat Election Results 2022: વિપક્ષની ભૂમિકા ભજવવામાં કોંગ્રેસ નબળી છેઃ હાર્દિક પટેલ

    વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. મતગણતરી કેન્દ્ર ખાતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતના ગૌરવ વિરુદ્ધ કામ કર્યું છે. કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવવામાં નબળી છે. લોકોને ભાજપમાં વિશ્વાસ છે. જેની પાસે દૂરદર્શિતા નથી, તેઓ માત્ર પોતાની જ નહીં, દેશની પણ પ્રગતિ કરી શકતા નથી.



  • Dec 08, 2022 07:57 IST

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા હાર્દિક પટેલે કર્યો 145 સીટોનો કર્યો દાવો

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા જ્યારે હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટીને કેટલી સીટો મળશે તો તેણે કહ્યું કે, 135 થી 145 સુધી. તેમણે કહ્યું કે, સરકાર કામના આધારે બની રહી છે. છેલ્લા 20 વર્ષથી અહીં કોઈ હુલ્લડ/આતંકવાદી હુમલો થયો નથી. લોકો જાણે છે કે ભાજપ તેમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. તેઓ 'કમલ' બટન દબાવશે કારણ કે ભાજપના શાસનમાં તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. ભાજપે સુશાસન કર્યું અને આ વિશ્વાસને મજબૂત કર્યો હતો.

    — ANI (@ANI) December 8, 2022



  • Dec 08, 2022 07:52 IST

    હિમાચલ પરિણામઃ ભાજપા પૂર્વ અધ્યક્ષ સતપાલ સિંહ સતી અને કોંગ્રેસના સતપાલ રાયજાદા વચ્ચે હતો જંગ

    ગત ચૂંટણીમાં હારેલા ભાજપના પૂર્વ પ્રમુખ સતપાલ સિંહ સત્તીએ ઉનાથી ચૂંટણી લડી હતી. ગત વખતની જેમ આ વખતે પણ તેમનો મુકાબલો કોંગ્રેસના સતપાલ રાયજાદા સાથે હતો. સત્તી સતત બે ટર્મથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણી પણ પાર્ટી દ્વારા સત્તીની અધ્યક્ષતામાં લડવામાં આવી હતી. ત્યારબાદ ભાજપ 44 સીટો જીતીને સરકાર બનાવવામાં સફળ રહી હતી પરંતુ સત્તી પોતાની સીટ બચાવી શકી ન હતી.



  • Dec 08, 2022 07:51 IST

    હિમાચલ સીએમ જયરામ ઠાકુર અને કોંગ્રેસના ઉમેદવાર ચેતરામ ઠાકુર સામે હતો

    બીજેપી નેતા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિરાજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર ચેતરામ ઠાકુર સામે છે. કોંગ્રેસના નેતા વિક્રમાદિત્ય સિંહે શિમલા ગ્રામીણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેઓ ભાજપના રવિ મહેતા સામે ચૂંટણી લડી રહ્યા છે. જણાવી દઈએ કે વિક્રમાદિત્ય સિંહ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર છે.



  • Dec 08, 2022 07:51 IST

    હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામઃ- આ નેતાઓની સાખ દાવ પર

    આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના રાજકારણના ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ અને ભાજપના પૂર્વ અધ્યક્ષ સતપાલ સિંહ સત્તી મેદાનમાં છે.



  • Dec 08, 2022 07:50 IST

    શું હિમાચલમાં આ પરંપરા ચાલુ રહેશે?

    1985થી હિમાચલ પ્રદેશમાં એવી પરંપરા છે કે અહીં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થાય છે. આ રિવાજના આધારે કોંગ્રેસને આશા છે કે તે વાપસી કરશે. બીજી તરફ ભાજપ રાજ્યમાં ફરી સરકાર બનાવીને નવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.



  • Dec 08, 2022 07:49 IST

    હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો/ટ્રેન્ડ્સ ટૂંક સમયમાં આવવાનું શરૂ થશે

    રાજ્યમાં વિધાનસભાની 68 બેઠકો છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે કોઈ પણ પક્ષ સતત બે વાર સત્તા મેળવી શક્યો નથી. પરંતુ આ ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ AAPએ પણ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.



  • Dec 08, 2022 07:49 IST

    હિમાચલ ચૂંટણીના પરિણામ અપડેટ્સ

    મતગણતરી કેન્દ્રો પર મત ગણતરી માટે સવારે 7.30 વાગ્યે સ્ટ્રોંગ રૂમના તાળા ખોલવામાં આવ્યા હતા. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.



  • Dec 08, 2022 06:58 IST

    ગુજરાત ચૂંટણી રિઝલ્ટઃ હોટ સીટ પર નજર રાખશે

    આ ગુજરાત ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો હોટ ફેવરીટ છે, જેમ કે હાર્દિક પટેલ, રિવાબા જાડેજા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની, AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, AAP ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. આ ઉમેદવારો જે બેઠકો પર ચૂંટણી લડ્યા છે તેના પર લોકોની ખાસ નજર છે.



  • Dec 08, 2022 06:50 IST

    ગુજરાતમાં ભાજપ કરી શકે છે વાપસી

    ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. 27 વર્ષથી ભાજપનું શાસન છે. જો આ ચૂંટણીમાં પણ ભાજપ જીતશે તો તેને સાતમી ટર્મ મળશે. જો કે કોંગ્રેસ અને AAPએ પણ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો ભાજપને 120થી 150 સીટોની વચ્ચે બતાવવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ 20થી 50ની વચ્ચે સેટલ થતી જોવા મળી રહી છે.



  • Dec 08, 2022 04:40 IST

    ગુજરાત અને હિમાચલ પ્રદેશના ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો

    ગુજરાત વિધાનસભા અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. બંને રાજ્યમાં ભાજપની સરકાર છે. હવે સરકારનું પુનરાવર્તન કે પરિવર્તન? ચર્ચાનો મુદ્દો છે.



  • Dec 08, 2022 00:02 IST

    આજે ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ

    આજે ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણિયો જંગ



ચૂંટણી પરિણામ 2022 હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 ચૂંટણી 2022 gujarat election 2022