scorecardresearch

ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં સપ્લાય જહાજ ડૂબ્યું, કોસ્ટ ગાર્ડે ચાલક સહિત 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા

indian coast Guard rescues, Gujarat coast, supply ship sank, Coast Guard, crew members, Arabian Sea, gujarat, ભારતીય કોસ્ટ ગાર્ડ, ગુજરાત દરિયા કિનારો, જહાજ ડુબ્યું, કોસ્ટ ગાર્ડ રેસક્યુ, ક્રૂ મેમ્બર, દરિયામાં અકસ્માત, સપ્લાય જહાજ,

ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં સપ્લાય જહાજ ડૂબ્યું, કોસ્ટ ગાર્ડે ચાલક સહિત 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા
ગુજરાતના દરિયા કિનારે જહાડ ડુબતા કોસ્ટ ગાર્ડે રેસક્યુ કરી 12 લોકોને બચાવ્યા

Indian Coast Guard : ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ડૂબી રહેલા સપ્લાય જહાજમાંથી 12 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ રવિવારે આ જાણકારી આપી છે. ડિફેન્સ રીલીઝ મુજબ, મુંબઈમાં ICG મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) ને સવારે 11 વાગ્યે એક અકસ્માતનો કોલ મળ્યા બાદ શનિવારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

શું માહિતી બહાર આવી છે

એક સંરક્ષણ પ્રકાશનમાં માહિતી આપવામાં આવી હતી કે, ICG મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC), મુંબઈને શનિવારે સવારે 11 વાગ્યે એક અકસ્માતનો કોલ આવ્યો હતો, જેના પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટર સપ્લાય વેસેલ (MSV) ખરાબ રીતે ડૂબી રહ્યું હોવાની જાણ કરવામાં આવી હતી. ભારતીય ક્રૂના તમામ 12 સભ્યોને મોટર ટેન્કર (MT) સેરેન્જર પર લઈ જવામાં આવ્યા હતા. MSV ‘નિગાહેન કરમ’ જીબુટી જઈ રહી હતી.

MRCC એ ઘટના સ્થળની આજુબાજુમાં કાર્યરત તમામ જહાજોને ચેતવણી આપી હતી અને મરીન રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC) પોરબંદરના સંકલનમાં, એક મોટર ટેન્કર સેરેન્જરને વહાણને તાત્કાલિક સહાય આપવા માટે વાળવામાં આવ્યું હતું. વધુમાં, તે વિસ્તારમાં કાર્યરત ICG જ્યાં ‘સાર્થક’ને પણ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્લાસ જહાજ C-152 પણ તરત જ વાડીનગર (દ્વારકા જિલ્લો)થી રવાના કરવામાં આવ્યું હતું, એમ નિવેદનમાં જણાવાયું છે.

આમાં કહેવામાં આવ્યું છે કે, ક્રૂ મેમ્બર્સને એમટી સેરેન્જરથી આઈસીજી જહાંમાં ટ્રાન્સફર કરીને વાડીનગર લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેને જહાજના માલિકને સોંપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોGood bay 2022 : આ વર્ષે ગુજરાતમાં રૂ. 5131 કરોડથી વધુનુ ડ્રગ્સ જપ્ત, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કડક તકેદારી

ભારતીય કોસ્ટ ગાર્ડને સર્વેલન્સ, સુરક્ષા કામગીરી માટે મલ્ટીકોપ્ટર ડ્રોન મળશે

ભારતીય કોસ્ટ ગાર્ડે મલ્ટીકોપ્ટર ડ્રોન માટે પ્રથમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડ્રોનનો સમાવેશ ભારતીય કોસ્ટ ગાર્ડની દરિયાઈ દેખરેખ અને અવરોધ ક્ષમતાઓને નોંધપાત્ર રીતે વેગ આપશે. આ પગલું ભારત સરકારની ડ્રોન ટેક્નોલોજી અપનાવવાની નીતિને અનુરૂપ જોવામાં આવી રહ્યું છે. આ ડ્રોન ચાલુ હોય ત્યારે જહાજો તેમજ કિનારાના સ્ટેશનો બંને પરથી લોન્ચ કરવામાં સક્ષમ છે અને સર્વેલન્સ અને સુરક્ષા કામગીરી દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Web Title: Gujarat arabian sea supply ship sinks indian coast guard rescues 12 crew members including captain

Best of Express