ગુજરાત વિધાનસભામાં હત્યાનો પ્રયાસ, બળાત્કાર જેવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા 40 ધારાસભ્યો? શું મળશે મંત્રી પદ?

Gujarat MLAs With Criminal Cases: ગુજરાત વિધાનસભામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા 40 ધારાસભ્યોમાં 20 ભાજપ (BJP)ના, ચાર કોંગ્રેસ (Congress) ના અને બે આપ (AAP)ના તથા બે અપક્ષ (independent) અને એક સમાજવાદી પાર્ટી (SP) નો ઉમેદવાર.

Written by Kiran Mehta
Updated : December 12, 2022 12:16 IST
ગુજરાત વિધાનસભામાં હત્યાનો પ્રયાસ, બળાત્કાર જેવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા 40 ધારાસભ્યો? શું મળશે મંત્રી પદ?
ગુજરાત વિધાનસભામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ધારાસભ્યો (ફાઈલ ફોટો)

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ 156 બેઠકો જીતીને રાજ્યમાં સતત સાતમી વખત જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટી (AAP)એ 5 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે અપક્ષોએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી.

નવા ચૂંટાયેલા 40 ધારાસભ્યો સામે કેસ દાખલ

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને ગુજરાત ઈલેક્શન વોચના જણાવ્યા અનુસાર, 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં 40 નવા ચૂંટાયેલા ધારાસભ્યો પર તેમની ચૂંટણી એફિડેવિટ મુજબ ફોજદારી કેસ પેન્ડિંગ છે. આ 40 ધારાસભ્યોમાંથી 29 સભ્યો (કુલ 182માંથી 16 ટકા) ગંભીર ગુનાહિત કેસનો સામનો કરી રહ્યા છે, જેમ કે હત્યાનો પ્રયાસ અને બળાત્કાર જેવા. 29 સભ્યોમાંથી 20 ભાજપના, ચાર કોંગ્રેસના, બે આમ આદમી પાર્ટી, બે અપક્ષ અને એક સમાજવાદી પાર્ટીનો છે.

એડીઆરના અહેવાલ મુજબ, ભાજપ પાસે 156માંથી 26 ધારાસભ્યો (17 ટકા), કોંગ્રેસ પાસે 17માંથી 9 ધારાસભ્યો (53 ટકા), AAP પાસે પાંચમાંથી બે (40 ટકા), ત્રણમાંથી બે અપક્ષ (68 ટકા) સામે કેસ નોંધાયા છે. સમાજવાદી પાર્ટીના એકમાત્ર ઉમેદવાર કાંધલ જાડેજાએ પણ તેમની સામે પેન્ડિંગ ફોજદારી કેસ જાહેર કર્યા છે.

ADR ચૂંટણી સુધારણા માટે કામ કરે છે અને તમામ 182 નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યા પછી આવા અહેવાલો તૈયાર કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2017ની સરખામણીમાં ફોજદારી કેસોનો સામનો કરી રહેલા ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વિધાનસભામાં 47 ચૂંટાયેલા સભ્યો આવા કેસનો સામનો કરી રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.

ઓછામાં ઓછા ત્રણ વિજેતા ઉમેદવારોએ જાહેર કર્યું છે કે, તેઓ ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસના કેસનો સામનો કરી રહ્યા છે. આ ઉમેદવારોમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને ઉનાના ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ છે. અહેવાલો એ પણ જણાવે છે કે, ચાર વિજેતા ઉમેદવારોએ IPC કલમ 354 (મહિલાઓનું અપમાન) અથવા કલમ 376 (બળાત્કાર) હેઠળ મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત કેસ જાહેર કર્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે કેસ દાખલ

આ ચારમાંથી ભાજપના પ્રથમજનિત ભરવાડ પર IPC કલમ 354 હેઠળ કેસ નોંધાયેલ છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા અને AAP ધારાસભ્ય ચૈત્રા વસાવા પર બળાત્કારના આરોપો છે.

આ પણ વાંચોગુજરાત ચૂંટણી પરિણામ વિશ્લેષણઃ ગુજરાતમાં બીજેપીના મુસલમાનોના વોટ 13 ટકા ઘટ્યા, બીજી જાતિઓએ કર્યું બંપર વોટિંગ

ગુજરાતના 151 ધારાસભ્યો કરોડપતિ છે

ADRના રિપોર્ટ મુજબ ગુજરાતના કુલ 151 ધારાસભ્યો કરોડપતિ છે. આ કુલ ધારાસભ્યોની સંખ્યાના 83 ટકા છે. અહેવાલ મુજબ, ભાજપ પાસે 132 કરોડપતિ ધારાસભ્યો છે, ત્યારબાદ કોંગ્રેસ પાસે 14, ત્રણેય અપક્ષ અને આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના એક-એક ધારાસભ્ય છે. આ 151 કરોડપતિ ધારાસભ્યોમાંથી 73 પાસે 5 કરોડથી વધુ અને 73 પાસે 2 કરોડથી 5 કરોડની સંપત્તિ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ