ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી, વિપક્ષે ઉઠાવ્યો વાંધો, પરંપરાનો ભંગ કર્યો

Shankar Chaudhary: શંકર ચૌધરી (Shankar Chaudhary) ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ (Gujarat assembly new speaker) બન્યા છે. CM ભૂપેન્દ્ર પટેલએ (CM Bhupendra Patel) શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આવામાં કોંગ્રેસના (Congress) વરિષ્ઠ વિધાયક શૈલેશ પરમારે વાંધો ઉઠાવ્યો છે કે, સત્તારૂઢ ભાજપે (BJP) આ બાબતે વિપક્ષ સાથે કોઇ પરામર્શ કર્યો નથી,

Written by mansi bhuva
December 22, 2022 10:18 IST
ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી, વિપક્ષે ઉઠાવ્યો વાંધો, પરંપરાનો ભંગ કર્યો
શંકર ચોધરીએ કહ્યું...મારું કર્તવ્ય છે કે,..

ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત સાથે ફરી સત્તામાં આવી છે, ત્યારે 20 ડિસેમ્બરના રોજ વિધાનસભાના એક દિવસીય શિયાળુ સત્ર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ બન્યા છે. CM ભૂપેન્દ્ર પટેલએ શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આવામાં કોંગ્રેસના વરિષ્ઠ વિધાયક શૈલેશ પરમારે વાંધો ઉઠાવ્યો છે કે, સત્તારૂઢ ભાજપે આ બાબતે વિપક્ષ સાથે કોઇ પરામર્શ કર્યો નથી, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. ત્યારે આ પરંપરાનો ભાજપે ભંગ કર્યો છે.

જો કે વિપક્ષની આ આલોચનાને ભાજપ વિધાયક અને પૂર્વ મંત્રી જીતુ વાધાણીએ નકારી કાઢતા કહ્યું હતું કે, સત્તારૂઢ પક્ષ કોની પાસેથી સલાહ લઇ શકતો હતો, કારણ કે કોંગ્રેસે સદનમાં અધ્યક્ષ પદ માટે કોઇ નેતાની ઘોષણા કરી ન હતી. મુખ્યમંત્રી કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ પદના દાવેદારની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પરંતુ તમે કોઇ નામ પર મુહર ન લગાડી શક્યા એટલે સમગ્ર મામલે ચર્ચાનો કોઇ વિકલ્પ ન હતો.

આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

15મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી થતાં શંકર ચૌધરીએ તેના ભાષણમાં વિપક્ષને સાથી પક્ષ ગણાવ્યા હતા. આ સાથે શંકર ચૌધરીએ કહ્યું કે, “લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવાની દિશામાં અમે સકારત્મક છીએ. જે ગુજરાતને વધુ આગળ લઇ જશે. આ ઉપરાંત શંકર ચૌધરીએ જણાવ્યું કે, સદનના પ્રત્યેક સભ્યોને સુરક્ષા પ્રદાન કરવી એ એક અધ્યક્ષનું કર્તવ્ય છે. વધુમાં શંકર ચૌધરીએ કહ્યું કે, સદના હાજર તમામ સભ્યોની જવાબદારી છે કે, આ સંવાદ વિવાદમાં પરિવર્તિન ન થાય”.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ