ગુજરાત વિધાનસભા ચૂંટણી: કેજરીવાલે લગાવ્યો રોડ શો માં પત્થરમારાનો આરોપ, પોલીસે કહ્યું- આવી કોઇ ઘટના બની નથી

ગુજરાત વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે સુરતમાં રોડ શો કર્યો હતો

Written by Ashish Goyal
November 28, 2022 23:07 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી: કેજરીવાલે લગાવ્યો રોડ શો માં પત્થરમારાનો આરોપ, પોલીસે કહ્યું- આવી કોઇ ઘટના બની નથી
સુરતમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલ (તસવીર સોર્સ - ટ્વિટર @AAP)

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે સુરતમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલે આરોપ લગાવ્યો કે તેમના રોડ શો માં પત્થરમારો કરવામાં આવ્યો. જો 27 વર્ષમાં ભાજપાએ કશુંક કામ કરી લીધું હોત તો મારા પર પત્થર ફેંકવાની જરૂર પડી ના હોત. જોકે કેજરીવાલના આરોપ પર પોલીસે કહ્યું કે આવી કોઇ ઘટના બની નથી.

કેજરીવાલના આ આરોપો પર ન્યૂઝ એજન્સી ANIએ ગુજરાત પોલીસના હવાલાથી કહ્યું કે અરવિંદ કેજરીવાલની રેલી દરમિયાન પત્થરમારાની કોઇ ઘટના બની નથી. રેલી શાંતિપૂર્ણ રીતે નીકળી હતી. કેજરીવાલની રેલી દરમિયાન એક વ્યક્તિ મોદી-મોદીના નારા લગાવી રહ્યો હતો તેની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો – પીએમ મોદીનો પાલીતાણા, અંજારમાં હુંકાર: ‘2022ની ચૂંટણી પાંચ વર્ષ નહીં 25 વર્ષના નિર્ણય માટે, કોંગ્રેસ કચ્છની ઘોર દુશ્મન’

આમ આદમી પાર્ટીના ટ્વિટર હેન્ડલથી કેજરીવાલના રોડ શો નો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કેજરીવાલ પોતાના પર પત્થરમારો થવાનો આરોપ લગાવી રહ્યા છે. કેપ્શનમાં કેજરીવાલના નિવેદનને લઇને લખ્યું છે કે “પત્થરબાજ BJP!હાલ હું આવી રહ્યો હતો તો તેમણે મારા પર પત્થર ફેંક્યા. મારો શું વાંક? જો 27 વર્ષ કશુંક કામ કરી લીધું હોત તો મારા પર પત્થર ફેંકવાની જરૂર ના પડી હોત. તેમના નેતા કહે છે કે અમે કેજરીવાલના પગ તોડી દઇશું, આંખો ફોડી નાખીશું કારણ કે હું સ્કૂલ-હોસ્પિટલની વાતો કરું છું.

કેજરીવાલે કહ્યું કે ફક્ત ગુંડાગર્દી કરવાનું કામ થઇ રહ્યું છે. હાલ ચાર દિવસ પહેલા ભાજપાના એક નેતાએ કહ્યું કે કેજરીવાલની આંખ ફોડી નાખીશું, પગ તોડી નાખીશું, આખરે મેં શું કર્યું છે? મારો વાંક શું છે? કેજરીવાલે કહ્યું કે જેવી રીતે હું પોતાનું કામ બતાવી રહ્યો છું તેવી જ રીતે ભાજપા પણ પોતાનું કામ બતાવે. ગાળો આપવાથી ગુજરાતનો વિકાસ થવાનો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ