ગુજરાત ચૂંટણી 2022: રાજ્યની રાજનીતિમાં AAP ત્રીજી ખેલાડી, ગુજરાતીઓના દિલ જીતવા તમામ પ્રયાસ

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આપ (AAP) પાર્ટી ગુજરાતીઓ (Gujaratis) ના દિલ જીતવા સમોસા-ભજીયા તળવાથી લઈ ચા બનાવવા સુધી તમામ પ્રયાસ કરી રહી.

Written by Kiran Mehta
Updated : November 19, 2022 21:01 IST
ગુજરાત ચૂંટણી 2022:  રાજ્યની રાજનીતિમાં AAP ત્રીજી ખેલાડી, ગુજરાતીઓના દિલ જીતવા તમામ પ્રયાસ
ગુજરાત ચૂંટણી જીતવા આપ લગાવી રહી પૂરી તાકાત (ફાઈલ ફોટો)

Gujarat Assembly Election : ગુજરાત ચૂંટણીની તારીખો (Gujarat Assembly Election Date) ની જાહેરાત સાથે, રાજ્યમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટી (AAP) કોઈ કસર છોડવા માંગતી નથી. ગુજરાતમાં આ વખતે ત્રિકોણીઓ જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. આપ પાર્ટી સમોસા અને પકોડા તળવાથી લઈને ગરબાની ધૂન પર નાચવા સુધી, ગુજરાતમાં પ્રચાર કરી રહેલા પંજાબના AAP નેતાઓએ ગુજરાતીઓના દિલ જીતવાના પ્રયાસમાં બધું જ અજમાવ્યું છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને તેમના કેબિનેટ સાથીદારો સહિત પંજાબના AAPના ઘણા નેતાઓ 1 ડિસેમ્બર, 2022થી શરૂ થનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. તેમાંના મોટા ભાગનાઓએ ઘરે-ઘરે જઈ પ્રચાર કર્યો છે. કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ જેવા કેટલાક અન્ય લોકોએ એક ડગલું આગળ વધીને સમોસા અને પકોડા પણ તળ્યા અને મતદારો માટે ચા પણ બનાવી.

આ સિવાય ગુજરાતની ચૂંટણી માટે, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP, જે રાજ્યની રાજનીતિમાં ત્રીજા ખેલાડી તરીકે ઉભરી આવી છે, તેણે 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને 1,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવાનું વચન આપ્યું હતું, જેના માટે તેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. AAPએ દરેક પરિવારને 300 યુનિટ સુધીની મફત વીજળી અને બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 3,000ની ભથ્થાની ખાતરી આપી છે.

તમને જણાવી દઈએ કે, 2017માં પાટીદાર આંદોલનને ધ્યાનમાં રાખીને ચૂંટણી થઈ હતી. 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સ્તર પર નેતા બનાવવા માટે મતદાન કરવા અંગે હતું. 2022માં બીજાની જેમ ભારતીય જનતા પાર્ટીનો દાવ પણ જાતિગત અંકગણિતને યોગ્ય કરી રહ્યો છે. જેમાં હિન્દુત્વ બીજા સ્થાન પર છે અને મોદી થોડું વધારે પ્રદાન કરે છે. આવી પરિસ્થિતિ વચ્ચે એક ચર્ચાનો વિષય આમ આદમી પાર્ટી પણ છે. તેને કેટલું મળશે, કોનાથી મળશે. ગુજરાતની બે પક્ષની રાજનીતિ માટે આનો શું મતલબ હશે. શું તેની 10 ગેરંટી કામ કરશે. જેના માટે મોદી ખુદ મેદાનમાં ઉતર્યા છે. જોકે, અત્યારે રેવડી પર ચર્ચા આગળ વધી રહી છે.

આ પણ વાંચોGujarat Election 2022: ગુજરાતમાં સત્તા બચાવવાનો સંઘર્ષ

એક રાજકિય નિરીક્ષક રેખાંકિત કરે છે કે આમ આદમી પાર્ટીનો ઉદય કેવી રીતે થયો છે. જ્યારે ગુજરાતમાં ત્રીજી તાકત કાંતો કોંગ્રેસ અથવા તો ભાજપમાંથી પેદા થઈ હતી. જોકે, આમ આદમી પાર્ટી રાજ્યમાં એક નવા વિચાર તરીકે ઊભરી આવી છે. આપના અત્યારે એક તૃત્યાંશથી પણ ઓછા મતદારો છે. જે 40 વર્ષથી નાના અને સંભવતઃ પરિવર્તન પ્રત્યે વધારે ગ્રહણશીલ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાની 93 બેઠકો ઉપર મતદાન થવાનું છે. આ 93 બેઠકો ઉપર ઉમેદવારી ફોર્મ ભરવાની આજે 17 નવેમ્બર 2022 છેલ્લી તારીખ છે. જ્યારે 21 નવેમ્બર 2022 સુધીમાં ઉમેદવારો પોતાનું ફોર્મ પરત પણ ખેંચી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022 અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. જ્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થશે.

આ પણ વાંચોપૈસા, પાવર, વોટ… બધામાં પાટીદાર મજબૂત, ગુજરાતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP, કોણે કેટલી બેઠકો પાટીદારને ફાળવી?

હાલમાં ગુજરાતમાં 4 કરોડ 35 લાખ 46 હજાર 956 નોંધાયેલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 69.01 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે, 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ