scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ચૌધરીને શક્તિ પ્રદર્શનનો મળ્યો લાભ, ભાજપાએ ખેરાલુથી સરદાર ચૌધરીની ટિકિટ આપી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપે માણસાથી જયંતિભાઇ પટેલ અને ગરબડાથી મહેન્દ્રભાઇ ભાભોરને ટિકિટ આપી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ચૌધરીને શક્તિ પ્રદર્શનનો મળ્યો લાભ, ભાજપાએ ખેરાલુથી સરદાર ચૌધરીની ટિકિટ આપી
ભાજપાએ ખેરાલુથી સરદારસિંહ ચૌધરીની ટિકિટ આપી

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ખેરાલુથી સરદારસિંહ ચૌધરી, માણસાથી જયંતિભાઇ પટેલ અને ગરબડાથી મહેન્દ્રભાઇ ભાભોરને ટિકિટ આપી છે.

અર્બુદા સેના દ્વારા હાલમાં જ ચરાડામાં ચૌધરીઓનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પહેલા સરકારની વિરુદ્ધમાં હોવાનો અહેવાલો હતા. જોકે બાદમાં કોઇ રાજનીતિક નિવેદનો કરાયા ન હતા અને ભાજપા સાથે સમાધાન થયું હોવાના દાવો છે. જેથી ભાજપાએ તેના બદલામાં ખેરાલુ પરથી ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અજમલજી ઠાકોરની ટિકિટ કાપવામાં આવી છે. આ સીટ પર ઠાકોરની બહુમતી હોવા છતા ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી છે.

જયરાજસિંહ પરમારને ન મળી ટિકિટ

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જયરાજસિંહ પરમાર ખેરાલુ બેઠક પરથી પ્રબળ દાવેદાર હતા. જોકે ભાજપે ખેરાલુ બેઠક પરથી ચૌધરી સરદારસિંહને ઉમેદવાર જાહેર કર્યા જાહેર છે. આ સાથે જ જયરાજસિંહ પરમારના ખેરાલુથી ટિકિટ મેળવવાના સપના અધૂરા રહી ગયા છે.

આ પણ વાંચો – AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી, આપ નેતાઓએ ભાજપ પર અપહરણનો લગાવ્યો હતો આરોપ

ભાજપના વધુ 3 ઉમેદવારો જાહેર

ઉમેદવારબેઠક
સરદાર સિંહ ચૌધરીખેરાલુ
જયંતિભાઇ પટેલમાણસા
મહેન્દ્રભાઇ ભાભોરગરબડા-એસટી

ભાજપે પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ પછી બીજી યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્રીજી યાદીમાં 12 નામો જાહેર કર્યા હતા અને હવે ચોથી યાદીમાં 3 નામોની જાહેરાત કરી છે. આમ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 181 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે ફક્ત 1 સીટના ઉમેદવારોની જાહેરાત બાકી છે.

પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા છે. બીજા તબક્કામાં ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ 17 નવેમ્બર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે.

ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન

ચરાડા ગામ ખાતે મંગળવારે ચૌધરી સમાજનું સ્નેહ મિલન અને સામાન્ય સભા યોજાઇ હતી. આ કાર્યક્રમમાં મોટી સમાજમાં ચૌધરી સમાજના આગેવાનો અને લોકો ઉમેટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના અંદાજે બે લાખ જેટલા લોકો હાજર રહ્યા હતા. ચૌધરી સમાજના આ કાર્યક્રમને કોઇ પણ રાજકીય પક્ષ અવગણવાની હિંમત કરશે નહીં.

Web Title: Gujarat assembly election 2022 bjp declare 3 seat candidate list sardar chaudhary ticket from kheralu

Best of Express