Gujarat BJP Candidate Full List:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જોકે ભાજપે હજુ સુધી 22 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી રાખી છે. આ 22 બેઠકો પર પેંચ ફસાઇ ગયો છે. ભાજપે જે 22 સીટો પર ઉમેદવારની જાહેરાત કરી નથી તેમાં રાધનપુર, પાટણ, ખેરાલુ, હિંમતનગર, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વટવા, ધોરાજી, જામખંભાળિયા, કુતિયાણા, ભાવનગર પૂર્વ , પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસીનો સમાવેશ થાય છે.
અલ્પેશ ઠાકોરને હજુ સુધી ટિકિટ આપી નથી
જેમાં સૌથી વધારે ચર્ચા અલ્પેશ ઠાકોરને લઇને થઇ રહી છે. અલ્પેશ ઠાકોરને હજુ સુધી બીજેપીએ એકપણ સીટ પરથી ટિકિટ આપી નથી. તે રાધનપુર અથવા ગાંધીનગર દક્ષિણમાંથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ થઇ રહી છે. જોકે તે ઘણા સમયથી રાધનપુર વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશના વિરોધના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જ્યારે રાધનપુરમાં પણ સ્થાનિક ઉમેદવારની ટિકિટ આપવાની માંગણી થઇ રહી છે. રાધનપુર સીટ પર હાલ કોંગ્રેસના રઘુભાઇ દેસાઇ ધારાસભ્ય છે. જેથી ભાજપ આ સીટ પરથી ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ કરી રહી છે.
આ પણ વાંચો – ભાજપ ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 160 ઉમેદવારના નામ જાહેર કરાયા
ખેરાલુ વિધાનસભા બેઠક પર હાલ ભાજપ અજમલજી ઠાકોર ધારાસભ્ય છે. આ સિવાય પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઇ, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જયરાજસિંહ પરમાર સહિત ઘણા દાવેદાર છે. આ બેઠક પર ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. જેથી કોને ટિકિટ આપવી તે ગૂંચવણ થઇ છે. આ બેઠક ઉપર કોંગ્રેસે મુકેશભાઇ દેસાઇને મેદાને ઉતાર્યા છે.
દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા પર આહીરોનું વર્ચસ્વ છે. આ સીટ પર કોંગ્રેસના વિક્રમ માડમ ચૂંટણી લડી રહ્યા છે. તે ગત વખતે વિજેતા બન્યા હતા. ધારાસભ્ય છે. વિક્રમ માડમને ટક્કર આપી શકે તેવા મજબૂત ઉમેદવાર બીજેપી ઉતારવા માંગે છે.
ભાજપે160 ઉમેદવારોની યાદીમાં 69 બેઠકો પર ધારાસભ્યોને રિપીટ કર્યા
બીજેપીએ જાહેર કરેલી 160 ઉમેદવારોની યાદીમાં 69 બેઠકો પર ધારાસભ્યોને રિપીટ કર્યા છે. બીજી બાજુ 38 બેઠકો પર નવા ચહેરાઓને મોકો આપ્યો છે. ભાજપે 13 સિડ્યુલ કાસ્ટ, 24 –સિડ્યુલ ટ્રાઈબલ, 14 – મહિલાઓ સહિત પ્રોફેશનલ યોગ્યતાવાળા 4 ડોક્ટર, 4 પીએચડી, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અલગ અલગ પ્રોફેશનલ ધરાવતા લોકો સહિત અલગ અલગ સમાજના લોકો વગેરેને ટિકિટ આપી છે.