scorecardresearch

અપહરણ મામલે કોંગ્રેસના MLA કાંતિ ખરાડીએ કહ્યું, ‘ભાજપના ગુંડાઓએ તલવારથી હુમલો કર્યો, 15 km દોડી જીવ બચાવ્યો’

દાંતા બેઠકના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય કાંતિ ખરાડીએ દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર લાધુ પારઘીએ તેમની પર હુમલો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યના અપહરણના સમાચાર ફેલાતા તેઓ મીડિયા સામે આવ્યા છે.

અપહરણ મામલે કોંગ્રેસના MLA કાંતિ ખરાડીએ કહ્યું, ‘ભાજપના ગુંડાઓએ તલવારથી હુમલો કર્યો, 15 km દોડી જીવ બચાવ્યો’
કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીની ફાઇલ તસવીર

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે સવારે મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ મતદાન શરૂ થાય તે પહેલા ગુજરાતમાં રાજકીય હોબાળોનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અનુસૂચિત જનજાતિ આરક્ષિત દાંતા બેઠકના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય કાંતિ ખરાડીએ દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર લાધુ પારઘીએ તેમની પર હુમલો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યના અપહરણના સમાચાર ફેલાતા તેઓ મીડિયા સામે આવ્યા છે.

કાંતિ ખરાડીએ કહ્યું કે, હું મારા મતદારો પાસે જતો હતો. ભાજપના ઉમેદવાર લધુ પારઘી અને એલકે બ્રાર અને તેમના ભાઈ વદનજીએ અમારા પર હુમલો કર્યો છે. તેમની પાસે હથિયારો પણ હતા અને તલવારોથી હુમલો કર્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું

એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો કે, પાર્ટીના ધારાસભ્ય પર બીજેપીના માણસોએ તલવારો વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમણે જંગલોમાં રાત વિતાવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે, કોંગ્રેસના આદિવાસી નેતા અને દાંતા વિધાનસભાના ઉમેદવાર શ્રી કાંતિભાઈ ખરાડી પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હતો અને હવે તેઓ ગુમ છે. કોંગ્રેસે EC ઉપરાંત અર્ધલશ્કરી દળ તૈનાત કરવાની માંગ કરી હતી પરંતુ ચૂંટણી પંચ ઊંઘતું રહ્યું. ભાજપ સાંભળી લે, – અમે ડરવાના નથી, મક્કમતાથી લડીશું. જોકે, ભાજપે આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. કોંગ્રેસના ધારાસભ્યે ભાજપના ઉમેદવાર લધુ પારઘી વિરુદ્ધ FIR નોંધાવી છે.

આ પણ વાંચોગુજરાત ચૂંટણી બીજો તબક્કો: 45 સીટ દૂધના વેપારથી અસરગ્રસ્ત, અમૂલે ગુજરાત સિવાય સમગ્ર દેશમાં વધાર્યા દૂધના ભાવ, જાણો ચૂંટણી કનેક્શન

ચૂંટણી અધિકારીઓ પર પણ આરોપ લગાવ્યા

આ સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ ચૂંટણી અધિકારીઓ પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મેં ચાર દિવસ પહેલા પત્ર લખ્યો હતો. જેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત તો હુમલો ન થયો હોત. ખરાડીએ કહ્યું કે, ભાજપના ઉમેદવારે અગાઉ પણ કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રચાર માટે તેમના વિસ્તારમાં આવવું જોઈએ નહીં.

Web Title: Gujarat assembly election 2022 kidnapping issue congress mla kanti kharadi said bjp men attacked

Best of Express