અમૂલે ફરી એકવાર ચૂંટણી સમયે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે.જેને લઇને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, અમૂલે ચૂંચણી ફાયદા માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેને પગલે મત વિસ્તાર તેમજ અન્ય જગ્યાએ પણ આનો સખત વિરોધ થઇ રહ્યો છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન 92 બેઠકો આજે 5 ડિસેમ્બરના રોજ શરૂ થઇ ગયું છે. આ પહેલા 1 ડિસેમ્બરના રોજ 89 બેઠકો માટે મતદાન કરાયું હતું. જેમાંથી 45 સીટ એવી છે જે દૂધના વેપારને અસર કરે છે. કોઓપરેટિવ સોસાયટી ચૂંટણીમાં અહમ રોલ અદા કરતી હોય છે. જોકે આ સીટ પર પહેલા કોંગ્રેસનું શાસન હતું. પરંતુ હવે બીજેપીનું (BJP) વર્ચસ્વ છે. ઉલ્લેખનીય છે કે, 8 ડિસેમ્બરના રોજ મતગણના હાથ ધરાશે. આ સાથે ઉમેદવારોનું ભાવિ નક્કી થઇ જશે, ક્યો પક્ષ જંગ જીતે છે પણ સ્પષ્ટ થઇ જશે.
GCMMF ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ બનાસકાંઠાની બનાસ ડેરી સૌથી મોટી છે.જેમાં મહેસાણા,આણંદ,સાબરકાંઠા તેમજ પંચમહાલની ડેરીઓનો પણ સમાવેશ કરવામાં આવે તો GCMMFનો 75 ટકા કારોબાર તેમના દ્વારા થાય. કુલ મળીને ફેડરેશન પ્રતિદિન 280 લાખ લિટર દૂધ એકત્ર કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ફેડરેશને કિંમતોમાં લગભગ 20 વખત વધારો કર્યો છે.
મહત્વનું છે કે, બીજેપી ગુજરાતીની સૌથી વધુ ડેરીઓ પર કબ્જો જમાવે છે. જે સંબંઘિત મતદાતાઓ પર ભાજપ ખાસ નજર રાખે છે. ફેડરેશન હેઠળ 18 ડેરીઓને આવરી લેવામાં આવી છે. જેમાંથી કૈરા એક એવી ડેરી છે જ્યાં બીજેપી અને કોંગ્રેસ બંનેનો કબ્જો છે. બાકી તમામ 17 ડેરીઓ પર બીજેપીનો અધિકાર છે. આ ડેરીઓની કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાજો જૂન 2022માં કેન્દ્ર સરકારે ડેરીયોને સૈનિક સ્કૂલ ખોલવાની મંજૂરી આપી હતી તે પરથી લગાવી શકાય છે. આ ડેરી બનાસ અને દૂધસાગર ડેરી છે.
બનાસ ડેરીના ચેરમેન પર્સન શંકર ચૌધરીએ બીજેપી તરફથી ચૂંટણી મેદાને ઉતર્યા છે. તે મંત્રી પણ રહી ચૂક્યાં છે. શંકર ચૌધરીનો વેપાર આશરે 16 હજાર કરોડથી વધુમાં ફેલાયેલો છે. મહેસાણાથી ધૂધ સાગર ડેરી પહેલા વિપુલ ચૌધરી ચલાવતો હતો. પરંતુ જ્યારે તેને 800 કરોડના કૌભાંડમાં જેલવાસ થતાં ડેરી પર અશોક ચૌધરીએ કબ્જો જમાવી લીધો. અશોક ચૌધરી બીજેપી સાથે છે. જોકે ડેરીઓનું મહત્વ ભાજપ અને કોંગ્રેસ બંવે સારી રીતે સમજે છે.જેને પગલે બંને પક્ષોએ તેમના માટે ઘોષણા પણ કરી છે.
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. જેમાંથી અમદાવાદની 16 બેઠક સામેલ છે. આ બેઠક ભાજપ માટે અત્યંત મહત્વ ધરાવે છે. વર્ષ 1990માં થયેલી ચૂંટણીમાં આ બેઠક પર ભાજપનું સારું પ્રદર્શન રહ્યુ છે. જ્યારે કોંગ્રેસને વર્ષ 2012માં આ 16 બેઠકમાંથી માત્ર બે બેઠક પર જીત મેળવી શકી હતી, વર્ષ 2017માં કોગ્રેસ 4 બેઠક પર કબ્જો જમાવી શક્યું હતું. એવામાં આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં ખુબ રસ દાખવ્યો છે. ત્યારે આ ચૂંટણી મુકાબલો રોમાચિંત થઇ ગયો છે.
અમદાવાદની બેઠક બીજેપી માટે એટલી મહત્વની છે કે, પીએમ મોદીએ અહીંયા તાબડતોબ રો શો કર્યો હતો. પીએમ મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા એક બાદ એક રોડ શો કરી મતદાતાઓને રિઝવવાનો આખરી પ્રયાસ કર્યો હતો. મોદીએ 1 ડિસેમ્બરના રોજ 30 કિમી લાંબો રોડ શો કર્યો હતો. જેમાં અમદાવાદના 13 વિધાનસભા મતવિસ્તારને આવરી લેવાયા હતા.