ગુજરાત વિધાનસભા ચૂંટણી: મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ માતા હીરાબાને મળી આશીર્વાદ લીધા

ગુજરાત વિધાનસભા ચૂંટણી: પીએમ નરેન્દ્ર મોદી સોમવારે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે

Written by Ashish Goyal
Updated : December 05, 2022 01:53 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી: મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ માતા હીરાબાને મળી આશીર્વાદ લીધા
પીએમ મોદી માતા હિરાબાને મળવા માટે ગાંધીનગર તેમના નિવાસ સ્થાન વૃન્દાવન-2 બંગ્લોઝ ખાતે પહોંચ્યા હતા (તસવીર - બીજેપી ગુજરાત)

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકો પર સોમવારે 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે ગુજરાત આવી ગયા છે. તે અમદાવાદમાં મતદાન કરશે. આ પહેલા પીએમ મોદી ગાંધીનગરમાં માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી માતા હિરાબાને મળવા માટે ગાંધીનગર તેમના નિવાસ સ્થાન વૃન્દાવન-2 બંગ્લોઝ ખાતે પહોંચ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદી સોમવારે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

PM મોદીની કમલમમાં બેઠક

ભાજપના કાર્યાલય કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠકનું આયોજન કરાયું છે. પીએમ મોદી કમલમ ખાતે મહત્વની બેઠકમાં પહોંચ્યા છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે. PM મોદી રાત્રે રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

આ પણ વાંચો – ગુજરાત ચૂંટણીમાં સૌથી લોકપ્રિય નેતા કોણ? જાણો ક્યાં નેતાએ કોનું નામ આપ્યું

પીએમ મોદી ગાંધીનગરમાં માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા (તસવીર – બીજેપી ગુજરાત ટ્વિટર)

સોમવારે બીજા તબક્કાનું મતદાન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 5 ડિસેમ્બર, 2022 સોમવારના રોજ મતદાન યોજાશે. બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. બીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી સહિત 833 ઉમેદવારો મેદાનમાં છે.

બીજા તબક્કામાં CM સહિત ઘણા દિગ્ગજોનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ઘણા મહત્વના ઉમેદવારોનું રાજકીય નેતાઓનું ભવિષ્ય EVMમાં બંધ થશે. બીજા તબક્કામાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા), પાટીદાર નેતા હાર્દિક પટેલ (વિરમગામ) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના નેતા અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણ) જેવા અગ્રણી ઉમેદવારો મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં સરેરાશ 63 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર સરેરાશ 63 ટકા મતદાન થયું છે. ગત વખતની ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે. ગત 2017ની ચૂંટણીમાં 68 ટકા મતદાન થયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ