ગુજરાત વિધાનસભાની ચૂંટણી : પીએમ નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : અમદાવાદમાં પીએમ મોદીના રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકો આતુર જોવા મળ્યા હતા

Written by Ashish Goyal
Updated : December 01, 2022 22:52 IST
ગુજરાત વિધાનસભાની ચૂંટણી : પીએમ નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
પીએમ નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો (EXPRESS PHOTO - Nirmal Harindran )

PM Narendra Modi Road Show: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન સંપન્ન થયું છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. મતદાનના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં જનસભા સંબોધી હતી. આ પછી અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. આ રોડ શો નરોડાથી શરૂ થયો હતો અને ચાંદખેડા સમાપ્ત થયો હતો. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો હતો. રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકો આતુર જોવા મળ્યા હતા.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી

પીએમ નરેન્દ્ર મોદીએ અનુપમ બ્રિજ પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. આ પછી શ્યામશિખર ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી.પીએમની એક ઝલક માટે મોટી સંખ્યામાં લોકો રોડની બન્ને બાજુએ હાજર રહ્યા હતા. આરટીઓ સર્કલ પાસે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી.

આવો રહ્યો પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો નો રુટ

નરોડા ગામ બેઠક -નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની- CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહઆલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર – બહેરામપુરા- ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ- સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા.

આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી 2022 : ભાજપ કે કોંગ્રેસ, વધુ મતદાનથી કોને ફાયદો? જાણો રસપ્રદ પરિણામ

પીએમ નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો

મોદીને ગાળો આપવાની કોંગ્રેસમાં ચાલી રહી છે હરીફાઈ : પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંચમહાલના કાલોલમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં એક હરીફાઈ ચાલી રહી છે કે કોણ મોદીને વધુ ગાળો આપી શકે.જેટલો કાદવ ફેંકશો એટલું કમળ ખીલશે. પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી રામ સેતુથી પણ નફરત કરે છે. કોંગ્રેસમાં મોદીને અપમાનિત કરવા માટે કોણ સૌથી વધુ દુરુપયોગ કરી શકે તેની હરીફાઈ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે ‘લોકો જેટલો કાદવ ફેંકશે તેટલું કમળ ખીલશે’. તેમણે કહ્યું, “જે લોકો રામના અસ્તિત્વમાં કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં માનતા નથી અને રામ સેતુનો વિરોધ કરે છે તેઓ મોદીને ગાળો આપવા માટે રામાયણમાંથી રાવણને લાવ્યા છે. કોંગ્રેસને ખબર નથી કે આ રામ ભક્તોનું ગુજરાત છે.

પ્રથમ તબક્કામાં એકંદરે 60 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. બધી બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એકંદરે 60 ટકા મતદાન નોંધાયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ