scorecardresearch

ઓપિનિયન પોલ : ગુજરાતમાં બંપર બહુમત સાથે બીજેપીની સરકાર બનવાના અણસાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : રિપબ્લિક ટીવી ચેનલ અને P-MARQના ઓપિનિયન પોલના મતે ગુજરાતમાં ફરી ભાજપા સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે

ઓપિનિયન પોલ : ગુજરાતમાં બંપર બહુમત સાથે બીજેપીની સરકાર બનવાના અણસાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પીએમ નરેન્દ્ર મોદી (FILE Photo)

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનમાં હજુ ત્રણ સપ્તાહનો સમય છે પણ ટીવી ચેનલો અને ઓપિનિયન પોલના કેટલાક પરિણામ સામે આવી રહ્યા છે. છેલ્લા 27 વર્ષોથી રાજ્યમાં ભાજપાની સરકાર છે. વિપક્ષી દળોને આશા છે કે ઘણા વર્ષોથી ભાજપાને વોટ આપીને જીતાડી રહેલી જનતા આ વખતે સત્તામાંથી હટાવીને વિપક્ષને તક આપશે.

એક તરફ જ્યાં ભાજપા સામે સરકાર બચાવી રાખવાનો પડકાર છે તો બીજી તરફ વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસને સત્તા મેળવવાની આશા છે. હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર મલ્લિકાર્જુન ખડગેની વરણી પછી પાર્ટીને આશા છે કે તેમના નેતૃત્વમાં ગુજરાતમાં નવું જોવા મળશે. જોકે રિપબ્લિક ટીવી ચેનલ અને P-MARQના ઓપિનિયન પોલના મતે ગુજરાતમાં ફરી ભાજપા સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે.

ટીવી ચેનલના ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપાને આ વખતે 182 સીટોમાંથી 127-140 સીટો મળી શકે છે. એટલે કે સ્પષ્ટ બહુમત સાથે ભાજપા ફરીથી સત્તામાં પરત ફરશે. બીજી તરફ કોંગ્રેસના ખાતામાં ફક્ત 24 થી 36 સીટો જ આવશે. જે પાર્ટીની આશા કરતા ઘણી ઓછી છે. આમ આદમી પાર્ટીને 9-21 સીટો મળવા બતાવવામાં આવી છે.

આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિજય રુપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણી નહીં લડે

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, પંજાબના સીએમ ભગવંત માન સહિત ઘણા નેતા સતત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.

Web Title: Gujarat assembly election 2022 republic bharat p marq opinion poll big win for bjp

Best of Express