ગુજરાત વિધાનસભા ચૂંટણી: જો કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઈને મારીશ, બીજેપીના બળવાખોર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી ધમકી

Madhu Srivastava Controversial Statement : મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી 6 વખત ધારાસભ્ય રહ્યા છે પણ આ વખતે બીજેપીએ ટિકિટ આપી નથી, ટિકિટ ન મળવાથી મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે

Written by Ashish Goyal
November 17, 2022 18:38 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી: જો કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઈને મારીશ, બીજેપીના બળવાખોર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી ધમકી
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (તસવીર સોર્સ - એક્સપ્રેસ)

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ના મળવાથી બળવાખોર બનેલા બીજેપીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ભાજપા છોડનાર બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે જો કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઈને હું ગોળી ના મારું તો મારું નામ મધુ ભાઇ નહીં. તમને જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી 6 વખત ધારાસભ્ય રહ્યા છે પણ આ વખતે બીજેપીએ ટિકિટ આપી નથી. ભાજપે આ વખતે તેમના સ્થાને અશ્વિન પટેલને ટિકિટ આપી છે. ટિકિટ ન મળવાથી મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

મધુ શ્રીવાસ્તવને ટિકિટ ના મળવા પર નારાજગી જાહેર કરીને ભાજપા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાર્ટી અને વિસ્તારમાં સારી પકડ હોવા છતા ભાજપાના ટોચના નેતાઓએ તેમની ટિકિટ કાપી નાખી છે. તેને લઇને તેમના સમર્થકોમાં આક્રોશ છે. જેને જોતા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. આ ચૂંટણીમાં તે કોઇ પાર્ટીથી નહીં લડે પણ શિવસેના તેની સાથે છે.

આ પણ વાંચો – અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉતારવાની અમિત શાહની પસંદગી, શું છે ગણિત?

2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ભાજપા તરફથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. ગત વખતે તેમનો મુકાબલો અન્ય દબંગ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે થયો હતો.

કોણ છે મધુ શ્રીવાસ્તવ

મધુ શ્રીવાસ્તવ યૂપીના હમીરપુર જિલ્લાના ધમના ગામના નિવાસી બાબુલાલના પુત્ર છે. મધુ શ્રીવાસ્તવના પિતા ઘણા વર્ષો પહેલા વડોદરા આવી ગયા હતા. હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યા પછી મધુ શ્રીવાસ્તવ રાજનીતિમાં આવ્યા હતા. મધુ શ્રીવાસ્તવની છાપ એક વર્ગમાં બાહુબલીની છે. આ જ કારણે તેમને મોટા-મોટા દિગ્ગજો હરાવી શક્યા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ