ઋતુ શર્માઃ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 156 સીટો સાથે પ્રચંડ જીત મેળવી છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 17 ઉપર અને આમ આદમી પાર્ટી 5 સીટો ઉપર સમેટાઈ ગઈ છે. આ બધા વચ્ચે ગુજરાત વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે. પરંતુ સેક્સ રેટ ઓછો થયો છે.
ચૂંટણી પરિણામ આવ્યા બાદ ગુજરાત વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ગત ગત સદનમાં 7.1 ટકા વધીને 2022માં 8.2 ટકા થયું છે. બીજી તરફ મહિલા ઉમેદવારોનો સેક્સરેટ 59 ટકા ઘટીને 37.5 ટકા રહ્યો છે. 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજનીતિક દળોમાં 40 મહિલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરંતુ માત્ર 15 મહિલા ઉમેદવારોએ સદનમાં જગ્યા બનાવી છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભામાં લઘુમતી સમુદાયનું પ્રતિનિધિત્વ ઘટ્યુ, રાજ્યમાં 9.67 ટકા વસ્તી મુસ્લિમ
આ 15 નવ નિર્વાચિત મહિલા ધારાસભ્યોમાં 14 મહિલાઓએ બીજેપી તરફથી જીત મેળવી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીએ 17 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી હતી. કોંગ્રેસની 14 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાંથી માત્ર એક જ મહિલા ઉમેદવારે જીત મેળવી છે. જ્યારે સાત મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારનાર આમ આદમી પાર્ટીની એક પણ મહિલા ઉમેદવાર જીતી શકી ન્હોતી.
આ પણ વાંચોઃ- ગુજરાત ચૂંટણી પરિણામ : જીગ્નેશ મેવાણીએ કહ્યું – …પરંતુ ખબર નહીં કોંગ્રેસે મારો પૂરો ઉપયોગ કેમ ન કર્યો
આ વખતે વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છેલ્લા સદનમાં 7.1 ટકા વધીને 2022માં 8.2 ટકા થઈ ગયું છે. મહિલા ધારાસભ્યોની સૌથી વધારે સંખ્યા 2007માં 16 અને 2012માં નોંધાયેલી 8.7 ટકા ધારાસભ્ય મહિલાઓ હતી.