Gujarat Election Result 2022 Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ખાતું ખોલાવ્યું છે. આમ આદમી પાર્ટીનો 5 સીટ પરથી વિજય થયો છે. જોકે આપના ગુજરાતના દિગ્ગજ નેતાઓનો પરાજય થયો છે. જોકે પાર્ટી માટે સારી વાત એ છે કે તે ગુજરાતની ચૂંટણીમાં મળેલા વોટથી રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે.
આમ આદમી પાર્ટીના મોટા માથા ઘરભેગા
આમ આદમી પાર્ટી ભલે 5 સીટ જીતવામાં સફળ રહ્યું હોય પણ પાર્ટીના મોટા માથા ઘરભેગા થયા છે. આપના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, પાટીદાર યુવા નેતા અલ્પેશ કથેરિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાનો પરાજય થયો છે.
આપના આ 5 ઉમેદવારો જીત્યા
આપના જે ઉમેદવારોએ જીત મેળવી છે તેમાં વિસાવદરથી ભૂપત ભાયાણી, ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણાની જીત થઇ છે.
ગુજરાત ચૂંટણી પરિણામ LIVE, ક્લિક કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ જાણો LIVE
ચૂંટણી ભલે હાર્યો પણ હિંમત નથી હાર્યો : ગોપાલ ઇટાલિયા
પરાજય પછી ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ‘જીવનમાં પ્રથમવાર ચૂંટણી લડ્યો હતો. જેમાં હાર્યો છતાં મને ગર્વ છે કે, સત્તારૂઢ લોકો વિરૂદ્ધ પૂરી લડાઇ અને ઉર્જા સાથે લડાઇ લડી હતી. સ્વાભાવિક છે કે, આ ચૂંટણી મારા જીવનની પ્રથમ ચૂંટણી હતી, પરંતુ છેલ્લી નહીં. હું મારો સંઘર્ષ ચાલુ રાખીશ અને વધારે મહેનત કરીશ તેમજ લોકો માટે લડીશ.હું એક દિવસ અવશ્ય સફળતા મેળવીશ’. આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે, ‘હું ચૂંટણી જરૂરથી હાર્યો છું પરંતુ હિંમત નહીં. મારા તમામ મિત્રો, નેતાઓ અને યોદ્ધાઓ જેણે દિન-રાત મહેનત કરી છે તેમને હું નમન કરું છું. જય હિંદ જય ભારત’.