ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: લોકશાહીમાં આખરે જનતા જ માલિક, આ મોટા માથાઓને કર્યા ઘરભેગા

Gujarat Assembly Election Result 2022 Updates : ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો જીતવાનો રેકોર્ડ બનાવ્યો

Written by Ashish Goyal
December 08, 2022 22:59 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: લોકશાહીમાં આખરે જનતા જ માલિક, આ મોટા માથાઓને કર્યા ઘરભેગા
સુખરામ રાઠવા અને પરેશ ધાનાણી (Photo Source: Twitter/ Paresh Dhanani, File)

Gujarat Election Result 2022 Live Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપની સુનામી જોવા મળી છે. આ સુનામીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. જોકે ભાજપના પણ ઘણા મોટા નેતાનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીના પણ દિગ્ગજોનો પરાજય થયો છે. મોટા નેતાઓને હરાવી લોકોએ સાબિત કર્યું છે કે લોકશાહીમાં આખરે જનતા જ માલિક છે.

આ દિગ્ગજોનો થયો પરાજય

  • ચાણસ્મા બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ ઠાકોરનો પરાજય
  • અમરેલી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીનો પરાજય
  • કાંકરેજ બેઠક પર મંત્રી કિર્તીસિંહ વાઘેલાનો પરાજય
  • કલોલ બેઠક પર કોંગ્રેસના બળદેવજી ઠાકોરનો પરાજય
  • પોરબંદર બેઠક પર ભાજપના બાબુ બોખિરિયાનો પરાજય
  • જેતપુર પાવી બેઠક પર કોંગ્રેસના સુખરામ રાઠવાનો પરાજય
  • માણાવદર બેઠક પર ભાજપના જવાહર ચાવડાનો પરાજય
  • બાયડ બેઠક પર કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાનો પરાજય
  • દરિયાપુર બેઠક પર ગ્યાસુદ્દીન શેખનો પરાજય
  • વાંકાનેર બેઠક કોંગ્રેસના પિરજાદાનો પરાજય
  • ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમનો પરાજય
  • ખંભાળિયા બેઠક પર આપના ઈસુદાન ગઢવીનો પરાજય
  • કતાર ગામ બેઠકથી આપના ગોપાલ ઈટાલિયાનો પરાજય

આ પણ વાંચો – સીએમ ભૂપેન્દ્ર પટેલનો 1 લાખ 92 હજારથી વધારે મતોથી વિજય, ગત વખતનો રેકોર્ડ તોડ્યો

ભાજપનો 156 સીટો પર વિજય

ભાજપે 182માંથી 156 સીટો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત મેળવી છે. સમાજવાદી પાર્ટીને 1 અને અન્યને 3 સીટો મળી છે.

ભાજપે ગુજરાતમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો

ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી. આ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના નામે હતો. કોંગ્રેસે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં 1985માં 149 સીટો પર જીત મેળવી હતી. જે અત્યાર સુધી સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ