Gujarat Election Result 2022 Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે ભવ્ય અને ઐતિહાસિક જીત મેળવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી 1 લાખ 92 હજાર 263 મતથી વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસ તરફથી ડૉ.અમી યાજ્ઞિક મેદાને હતા.
સીએમ ભૂપેન્દ્ર પટેલને 82.95 ટકા વોટ મળ્યા
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર 2,55,883 વોટ પડ્યા હતા. જેમાં ભૂપેન્દ્ર પટેલને 2,13,530 વોટ મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિકને 21267 વોટ અને આદ આદમી પાર્ટીના વિજય પટેલને 16194 વોટ મળ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને 82.95 ટકા વોટ મળ્યા છે. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 59.71 ટકા મતદાન થયું હતું.
2017માં ભૂપેન્દ્ર પટેલ 1 લાખ 75 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા
ભૂપેન્દ્ર પટેલ 2017માં ઘાડલોડિયા બેઠક પરથી 1 લાખ 75 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા. ભૂપેન્દ્ર પટેલને કાર્યકરો દાદાના હુલામણા નામથી બોલાવે છે. ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનના અનુયાયી છે.
ગુજરાત ચૂંટણી પરિણામ LIVE, ક્લિક કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ જાણો LIVE
સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું
સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.
ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે બીજી વખત સીએમ પદના શપથ ગ્રહણ કરશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે ગુજરાતના સીએમ પદના શપથ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપા પ્રમુખ સીઆર પાટીલે જાહેરાત કરી કે ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે બપોરે 2 કલાકે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.