ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: આઝાદી પછી પ્રથમ વખત ભાજપે આ 2 બેઠક પર વિજય મેળવ્યો, આદિવાસી વિસ્તારમાં દબદબો બનાવ્યો

Gujarat Election Result 2022 Updates : દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી 33 બેઠકો ભાજપનો ભગવો લહેરાયો છે. એક બેઠક કોંગ્રેસ અને એક બેઠક આપને મળી છે

Written by Ashish Goyal
Updated : December 09, 2022 07:05 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: આઝાદી પછી પ્રથમ વખત ભાજપે આ 2 બેઠક પર વિજય મેળવ્યો, આદિવાસી વિસ્તારમાં દબદબો બનાવ્યો
ભાજપની જીતની ઉજવણી કરતા કાર્યકર્તા (તસવીર - ઇન્ડિયન એક્સપ્રેસ)

Gujarat Election Result 2022 Updates: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત મેળવી છે. આ વખતે એવી બેઠકો પણ જીતી છે જે આઝાદી પછી ભાજપ ક્યારેય વિજય મેળવ્યું નથી. આવી બે બેઠક એટલે વ્યારા અને ઝઘડીયાનો સમાવેશ થાય છે. આઝાદી બાદ પ્રથમવાર વ્યારા બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કોંકણીનો 22120 મતોથી વિજય થયો છે. આમ આદમી પાર્ટી બીજા અને કોંગ્રેસ ત્રીજા ક્રમે રહ્યું હતું.

ઝઘડિયા બેઠક પર છોટુ વસાવાના એકચક્રી શાસનનો અંત આવ્યો

બીજી તરફ ઝઘડિયા બેઠક પણ ભાજપ પ્રથમ વખત જીતવા સફળ રહ્યું છે. ભરુચ જિલ્લાની ઝઘડિયા બેઠક જે 1990થી આદિવાસી નેતા છોટુ વસાવાના કબજામાં હતી. આ વખતે ભાજપના રિતેશ વસાવાનો વિજય થયો છે. ભાજપના રિતેશ વસાવાએ 23500 મતોથી વિજય મેળવ્યો છે. આ સાથે જ છોટુ વસાવાના એકચક્રી શાસનનો અંત આવ્યો છે.

આ પણ વાંચો – સીએમ ભૂપેન્દ્ર પટેલનો 1 લાખ 92 હજારથી વધારે મતોથી વિજય, ગત વખતનો રેકોર્ડ તોડ્યો

છોટુ વસાવા સૌ પ્રથમ 1990માં આ બેઠક અપક્ષ તરીકે લડયા હતા અને જીત્યા હતા. 1995માં પણ અપક્ષ તરીકે લડયા હતા અને ભાજપના ચંદુભાઇ વસાવાને હરાવ્યા હતા. આ પછી તે જનતાદળ(યુ)માંથી લડીને જીત્યા હતા. 2017ની ચૂંટણી બીટીપીના નેજા હેઠળ લડીને જીતી હતી.

દક્ષિણ ગુજરાતમાં ભાજપે 35માંથી 33 બેઠકો પર વિજય મેળવ્યો

દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી 33 બેઠકો ભાજપનો ભગવો લહેરાયો છે. એક બેઠક કોંગ્રેસ અને એક બેઠક આપને મળી છે. આદિવાસી વિસ્તારોમાં પણ ભાજપે પોતાનો દબદબો બનાવ્યો છે. 2017માં દક્ષિણ ગુજરાતની આ 35માંથી 25 બેઠકો પર ભાજપે જીતી હતી. કોંગ્રેસે 8 અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ 2 બેઠકો જીતી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ