Gujarat Election Results : 8 ડિસેમ્બરના રોજ આવેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election Result 2022) ના પરિણામોમાં ભાજપને જંગી બહુમતી મળી છે. આ જીત સાથે ભાજપે બે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત ભાજપનો ગઢ કહેવાય છે. આવી સ્થિતિમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડમાં ભાજપને 156 બેઠકો મળી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, જો ટ્રેન્ડ્સ બાદ પણ આ પરિણામ જળવાઈ રહે છે તો ભાજપ ગુજરાતની સ્થાપના પછી આટલી બમ્પર બેઠક જીતનારી પ્રથમ પાર્ટી હશે.
ભાજપની ગુજરાતમાં સતત સાતમી વખત જીત
તમને જણાવી દઈએ કે, આ પહેલા 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 સીટો જીતી હતી. ત્યાર બાદ આટલી મોટી સંખ્યામાં બેઠકો જીતવાનો શ્રેય કોઈપણ પક્ષને મળ્યો નથી. તો, 2022 વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ 156 બેઠકો જીતતી જોવા મળી રહી છે. આ ઉપરાંત અન્ય એક રેકોર્ડની વાત કરીએ તો ભાજપ એકમાત્ર એવો પક્ષ બનવા જઈ રહ્યો છે જે ગુજરાતમાં સતત સાતમી વખત રાજ્યની સત્તા સંભાળશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સતત સાતમી વખત બહુમતી મળી છે. જે પોતાનામાં એક રેકોર્ડ છે. જો કે આ પહેલા પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ની સરકાર સાત વખત સત્તામાં રહી હતી. તમને જણાવી દઈએ કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટ શેરમાં મોટો તફાવત છે.
ગુજરાતની 2022ની વિધાનસભા ચૂંટણીમાં, જ્યાં ભાજપે 53 ટકાથી વધુ મત લગભગ મેળવ્યા હતા, કોંગ્રેસને 26.8 ટકા વોટ શેર મળી શકે છે. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીથી મોટો ફટકો પડ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં આપને 13.6 ટકા વોટ મળ્યા છે. બીજી બાજુ, જો AAP આ લડાઈમાં ન હોત તો શક્ય છે કે કોંગ્રેસનો વોટ શેર વધી ગયો હોત અને તેને લગભગ 40 ટકા વોટ ટકાવારી મળી હોત.
આ પણ વાંચો – ગુજરાતની 182 બેઠક, કઈ સીટ પર કયા ઉમેદવારે જીત મેળવી – તમામ માહિતી
નોંધનીય છે કે, ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે, જ્યારે ભાજપ 156 બેઠકો પર જીત મેળવી લીધી છે. જે પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે 92 બેઠકોની જરૂર હોય છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ 156, કોંગ્રેસ 17, આપ 05, સપા 01 અને અપક્ષ 03 બેઠક પર જીતી છે.