Gujarat Election Result 2022 Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભવ્ય જીત પછી ભાજપે શપથ ગ્રહણની પણ તૈયારી કરી લીધી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે ગુજરાતના સીએમ પદના શપથ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપા પ્રમુખ સીઆર પાટીલે જાહેરાત કરી કે ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે બપોરે 2 કલાકે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં આ વખતની જીત ઘણી બાબતોમાં મહત્વની છે. તેમાં ત્રણ રેકોર્ડ બન્યા છે. પહેલો સૌથી વધારે સીટ બીજેપીએ જીતી છે. સૌથી વધારે વોટ શેર પણ મળ્યાછે. આ સાથે સૌથી વધારે માર્જિનથી જીતનાર ઉમેદવારો પણ બીજેપીના છે.
ગુજરાત ચૂંટણી પરિણામ LIVE, ક્લિક કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ જાણો LIVE
પાટીલે કહ્યું કે ગુજરાતની જનતાએ પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો વિશ્વાસ યથાવત્ રાખ્યો છે. જે પ્રચંડ જીત પાર્ટીને મળી છે તે પીએમ મોદીની ચમત્કારિક છબિનું જ પરિણામ છે. તેમનું કહેવું છે કે અમારે બધાએ જનતાના વિશ્વાસ પર ખરું ઉતરવું પડશે. લોકોએ બીજેપીને રેકોર્ડ વોટોથી જીતાડીને સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઇ અન્ય પાર્ટીમાં વિશ્વાસ કરતા નથી. જોકે બીજેપી કાર્યકરોએ જમીન પર જઇને લોકોના હિત માટે કામ કરવા પડશે. તેમણે લોકોની સમસ્યાઓને સમજવી પડશે અને તેના સમાધાન માટે કામ કરવું પડશે.
પાટીલે કહ્યું કે જે રીતે વિપક્ષી ઉંધા મોઢે પટકાયા છે તેનાથી સ્પષ્ટ છે કે ગુજરાતમાં વિપક્ષના નામે ગણ્યા ગાંઠ્યા ધારાસભ્યો રહી જશે. ગુજરાતમાં વિપક્ષ માટે કોઇ જગ્યા બચી નથી.