scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી: આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા, કોને-કોને મળી ટિકિટ

Gujarat Assembly Elections: આપ દ્વારા અત્યાર સુધીમાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી: આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા, કોને-કોને મળી ટિકિટ
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ યાદી જાહેર કરી

Gujarat Assembly Elections: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તડામાર તૈયારી શરુ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ 12 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ યાદી જાહેર કરી હતી. આ સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરતાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આ પાર્ટીનું ઐતિહાસિક પગલું છે જેણે ચૂંટણીના મહિનાઓ પહેલા પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. બતાવે છે કે પક્ષ આક્રમક છે અને નિર્ણય લેવામાં સક્ષમ છે. પાર્ટીએ રાજ્યમાં તેની મજબૂત હાજરી નોંધાવી છે, જ્યાં એક તરફ ભ્રષ્ટ ભાજપ છે અને બીજી બાજુ પતન થયેલ કોંગ્રેસ છે.

આ પણ વાંચો – બાપ રે, આટલો ડર, અરવિંદ કેજરીવાલે કર્યો બીજેપી પર પ્રહાર

આ 12 ઉમેદવારોને મળી ટિકિટ

હિંમતનગરથી નિર્મલસિંહ પરમાર, ગાંધીનગર સાઉથથી દોલત પટેલ, સાણંદથી કુલદીપ વાઘેલા, વટવાથી બિપીન પટેલ, અમરાઈવાડીથી ભરતભાઈ પટેલ, કેશોદથી રામજીભાઈ ચુડાસમા, ઠાસરાથી નટવરસિંહ રાઠોડ, શેહરાથી તખ્તસિંગ સોલંકી, કાલોલથી (પંચમહાલ) દિનેશ બારીયા, ગરબાડાથી શૈલેશ કનુભાઈ ભાભોર, લિંબાયતથી પંકજ તાયડે અને ગણદેવીથી પંકજ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ 12 ઉમેદવારો સાથે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

Web Title: Gujarat assembly elections 2022 aap new 12 candidates declared