Gujarat Assembly Elections: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP) પર કટાક્ષ કર્યો છે. કેજરીવાલે ગુજરાત ચૂંટણીને લઇને કહ્યું કે ભાજપા ઘણી ડરેલી છે. આ ડરના કારણે ભાજપા દરેક જિલ્લામાં બીજેપીના એક કેન્દ્રીય મંત્રીની ડ્યુટી લગાવી રહી છે.
અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર ગુરુવારે લખ્યું કે ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં બીજેપી એક-એક કેન્દ્રીય મંત્રી કે કોઇ મુખ્યમંત્રીની ડ્યુટી લગાવી રહી છે. બાપ રે, આટલો ડર? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જે બીજેપીથી ઘણા નારાજ છે અને ઝડપથી આપમાં આવી રહ્યા છે.
બીજેપી સાંસદે કર્યો વળતો પ્રહાર
બીજેપી સાંસદ પરવેશ સાહિબ સિંહ વર્માએ સીએમ કેજરીવાલના ટ્વિટનો જવાબ આપતા વળતો પ્રહાર કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે સાંભળવામાં આવી રહ્યું છે કે દિલ્હીના સીએમ અને પંજાબના સીએમ, શરાબ મંત્રી મનિષ સિસોદિયા સહિત બધા ગુજરાતની ગલીયોમાં જનતાના પગ પકડીને ફરી રહ્યા છે. ઘણા સ્થાને તો સૂત્રોએ જણાવ્યું કે ભ્રષ્ટાચારી કેજરીવાલ અને સિયોદિયાએ નાક પણ રગડ્યું હતું. છતા ગુજરાતની જનતા AAPને ગુજરાત માટે PAAP બતાવી રહી છે.
આ પણ વાંચો – કોંગ્રેસ નેતાનો ભગવંત માન પર આરોપ, પંજાબ સરકારના પૈસાનો ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં કરી રહ્યા છે
આદ આદમી પાર્ટીની નજર ગુજરાત પર
દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા પછી આપની નજર હવે ગુજરાત પર છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં બધી સીટો પર ચૂંટણી લડી રહી છે. આમ ઘણી સીટો પરથી ઉમેદવારની નામની પણ જાહેરાત કરી દીધી છે.