ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી જબરજસ્ત તૈયારી કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સહિત આપના તમામ નેતા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દિલ્હી મોડલ પર પંજાબમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો અને હવે ગુજરાતમાં પણ દિલ્હી મોડલને સામે રાખી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે રાજ્યના પૈસાથી પંજાબના સીએમ દિલ્હીનો પ્રચાર ગુજરાત વિધાનસભા માટે કરી રહ્યા છે.
ભગવંત માન પર કોંગ્રેસ નેતાએ લગાવ્યો આરોપ
કોંગ્રેસ નેતા શ્રીનિવાસને એક વીડિયો શેર કર્યો છે જેમાં પંજાબના સીએમ ભગવંત માન દિલ્હી સ્કૂલોમાં આવેલા મોટા ફેરફારનો ઉલ્લેખ કરીને સીએમ કેજરીવાલની પ્રશંસા કરી રહ્યા છે. આ સરકારી પ્રચારના વીડિયોમાં ગુજરાતી ટ્રાન્સલેશન પણ લખવામાં આવ્યું છે. આ કારણે તેને ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીર: 3 પરિવારો પર પ્રહાર કરી અમિત શાહે કહ્યું- અમે કરાવ્યું 56 હજાર કરોડનું રોકાણ
શ્રીનિવાસને લખ્યું કે મુખ્યમંત્રી પંજાબના, જાહેરાત પંજાબ સરકારની, પૈસા પણ પંજાબ સરકારના, જાહેરાતમાં ખોટો પ્રચાર દિલ્હીનો થઇ રહ્યો છે ગુજરાતની ચૂંટણી માટે. શું આ જ પરિવર્તન છે જેના માટે પંજાબીઓએ વોટ કર્યો હતો? શું આ જ તે IAC ના FRAUD છે જે મોટી મોટી વાતો કરતા હતા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે ચૂંટણી લડવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના બધા નેતા ગુજરાતનો સતત પ્રવાસ કરી રહ્યા છે. આપ તરફથી પંજાબ પછી ફરી એક વખત શિક્ષા, સ્વાસ્થ્ય અને મફત વિજળીનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.