ABP C-Voter Survey: ગુજરાત ચૂંટણી (Gujarat Assembly Elections) માં રાજકીય પક્ષોની જીત-હારને લઈને સર્વે શરૂ થઈ ગયા છે. લોકોના અભિપ્રાય અને રાજકીય પક્ષોની તૈયારીઓ પર પણ ચૂંટણી વિશ્લેષણ શરૂ થઈ ગયું છે. ટીવી ચેનલોની ચર્ચાઓમાં રાજકીય પક્ષોના નેતાઓ અને પ્રવક્તાઓના દાવાઓ પર થયેલા સર્વેમાં લોકોનો અભિપ્રાય અલગ છે. એબીપી ન્યૂઝ અને સી-વોટરના સર્વેમાં લોકોના વલણો દર્શાવે છે કે, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય લડાઈ હશે.
ગુજરાતમાં ભાજપની લડાઈ કોની સાથે?
સર્વે દરમિયાન સી-વોટરે લોકોને પૂછ્યું કે, તેઓ ગુજરાતમાં ભાજપની લડાઈ કોની સાથે જોઈ રહ્યા છે, તો 46 ટકા લોકોએ કહ્યું કે આમ આદમી પાર્ટી, જ્યારે 40 ટકા લોકોએ કહ્યું કે, કોંગ્રેસ મુખ્ય હરીફાઈમાં હશે. જો કે, 14 ટકા લોકોએ કહ્યું કે આ બાબતે તેમણે હજુ સુધી કોઈ વિચાર કર્યો નથી.
ગુજરાતમાં કોંગ્રેસ આપ કરતા મજબૂત?
આ દરમિયાન, ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ની સક્રિયતા અને સત્તાધારી ભાજપની અવિરત રેલીઓ અને સભાઓ ચૂંટણીને ખૂબ જ રસપ્રદ બનાવી રહી છે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, શું કોંગ્રેસ મૌન રહીને પણ ગુજરાતમાં AAP કરતા વધુ મજબુત છે કે નહીં, 54 ટકા લોકોએ હા પાડી, પરંતુ 46 ટકા લોકોએ ના કહ્યું. રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મતોની વહેંચણી થશે, આ પ્રશ્ન પર 52 ટકા લોકોએ હા કહ્યું, પરંતુ 48 ટકાએ ના કહ્યું, એવું ન થઈ શકે.
44 ટકા લોકોએ કહ્યું કે AAPના કારણે કોંગ્રેસને નુકસાન થશે
આમ આદમી પાર્ટી (AAP)ને કારણે ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન થવાના પ્રશ્ન પર 44 ટકા લોકોએ કહ્યું કે, તે ખૂબ જ હશે, જ્યારે 33 ટકા લોકોએ થોડું કહ્યું અને 23 ટકા લોકોએ જવાબ ના હતો. ગુજરાતમાં ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોની ચૂંટણી માટે દોડા-દોડ તેજ ગતિએ ચાલી રહી છે.
આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી 2022: પાટીદાર કિંગમેકર નરેશ પટેલ આ ચૂંટણીમાં કોને કરાવશે ફાયદો?
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ મંગળવારે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે, 27 વર્ષ સુધી ભાજપને સત્તામાં જોયા બાદ એક વખત તેમની પાર્ટીને તક આપો અને તેમનું કામ જુઓ. બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોમવારે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં તેમની સંપૂર્ણ સરકાર બદલવી પડશે કારણ કે તેમણે લોકો માટે કંઈ કર્યું નથી.