scorecardresearch

ગુજરાત, હિમાચલ વિધાનસભા ચૂંટણી 2022 : રોજગારીનો મામલો ગરમ, એવા સમયે પીએમ મોદીએ આપ્યા નિમણૂક પત્રો

Gujarat, Himachal Pradesh Assembly elections : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા રાજકીય પક્ષો દ્વારા અપાઈ રહ્યા વચનો, ત્યારે પીએમ મોદી (PM Narendra Modi) એ રોજગાર મેળા (Rozgar Mela)નો માર્યો માસ્ટર સ્ટ્રોક. બધાની નજર હવે આવતા અઠવાડીએ આવનાર બીજેપીના સંકલ્પ પત્ર પર છે

ગુજરાત, હિમાચલ વિધાનસભા ચૂંટણી 2022 : રોજગારીનો મામલો ગરમ, એવા સમયે પીએમ મોદીએ આપ્યા નિમણૂક પત્રો
ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી – રોજગાર મેળો પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક

શનિવારના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાની શરૂઆત કરી, જેમાં 75,000 લોકોને વિવિધ સરકારી નોકરીઓ માટે દેશભરમાં અપોઈમેન્ટ લેટર સોંપવામાં આવ્યા, આ એવા સમયે જ્યારે બેરોજગારી મુખ્ય ચિંતાનો વિષય છે અને ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં તે મુદ્દો બની શકે છે. બે રાજ્યોમાં ચૂંટણી છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતમાં તેના ચૂંટણી ઢંઢેરામાં નોકરીના વચનોનો સમાવેશ કર્યો છે, તો હિમાચલમાં, વિરોધ પક્ષો માટે આ મુખ્ય નિવેદનોમાંનું એક છે.

AAPના વડા અરવિંદ કેજરીવાલે સૌપ્રથમ ગુજરાતમાં આ વિષય પર પાર્ટીનો વિગતવાર રોડમેપ મૂક્યો હતો, જેમાં સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવાની સમસ્યાનો ઉલ્લેખ કરી સંબોધન કર્યુ, અને 10 લાખ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું તથા પાંચ વર્ષમાં રાજ્ય તમામ યુવાનોને નોકરીઓ પૂરી પાડવાનું કહ્યું, આ વર્ષે ઓગસ્ટમાં ભાવનગરમાં જાહેર સંબોધનમાં તેમણે નોકરી ન મેળવનારા યુવાનો માટે વચગાળાના બેરોજગારી ભથ્થાનું પણ વચન આપ્યું હતું.

આ ઉપરાંત, કેજરીવાલે ગુજરાતના લોકો માટે ખાનગી નોકરીઓમાં 80 ટકા અનામત આપવાની નીતિની પણ જાહેરાત કરી હતી.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં લગભગ બે ડઝન પેપર લીક થયાની યાદી આપતા કેજરીવાલે તેમના ભાવનગરના સંબોધનમાં કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે ડિસેમ્બર (2022)માં AAP સરકાર બનાવશે, અને ફેબ્રુઆરી (2023)માં તલાટી ભરતી પરીક્ષા લેવાશે. પરિણામો એપ્રિલ (2023) માં જાહેર કરવામાં આવશે અને સફળ ઉમેદવારોને તે જ મહિને પોસ્ટિંગ આપવામાં આવશે.

એક વર્ષ માટે “ભરતી કેલેન્ડર” ની વધુ વિગતો આપતા, કેજરીવાલે જણાવ્યું હતું કે, TET 1 અને 2 અને TAT પરીક્ષાઓ મે 2023 માં લેવામાં આવશે, જેના પરિણામો જુલાઈમાં આવશે. શિક્ષકોને તેમના પસંદગીના પોસ્ટિંગ જિલ્લાને પસંદ કરવાની તક આપવામાં આવશે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, સબ-ઇન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરોની ભરતી નવેમ્બરમાં શરૂ થશે અને ડિસેમ્બર 2023 સુધીમાં તેમની પોસ્ટિંગ પૂર્ણ થશે, એમ કેજરીવાલે જણાવ્યું હતું કે, ખાલી પડેલી ટીચિંગ પોસ્ટ્સ ઓગસ્ટ 2023 સુધીમાં ભરવામાં આવશે.

કેજરીવાલે ઉમેર્યું હતુ કે, “અમે દરેક (ભરતીની શ્રેણી) માટે એક યાદી બહાર પાડીશું, જે એક વર્ષ માટે માન્ય રહેશે, જેથી કોઈ જગ્યાઓ ન રહે. (સરકારી ભરતી) પરીક્ષા આપનારાઓ માટે પરીક્ષાના દિવસે આવવા-જવા માટે બસની મુસાફરી મફત કરવામાં આવશે. ખાનગી નોકરીઓમાં, 80 ટકા નોકરી ગુજરાતના યુવાનોને આપવા માટે કાયદો લાવવામાં આવશે

પીરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના ત્રિમાસિક બુલેટિન મુજબ, જ્યારે ગુજરાત શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો સૌથી ઓછો દર ધરાવે છે, ત્યારે હિમાચલમાં સૌથી વધુ છે.

ગુજરાત કોંગ્રેસે ભૂતકાળના જ વચનો આપ્યા

ગુજરાત કોંગ્રેસે અત્યાર સુધી નોકરીના કોઈ વચનો આપ્યા નથી, જોકે સપ્ટેમ્બરમાં, રાહુલ ગાંધીએ અમદાવાદમાં ‘પરિવર્તન સંકલ્પ’ રેલીમાં કોંગ્રેસના બૂથ કાર્યકરોને સંબોધિત કરતી વખતે, રાજ્ય માટે 10 લાખ નોકરીઓ સહિત અનેક વચનો આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “થોડા કરોડપતિ બિઝનેસમેનો” દ્વારા જ રોજગારી પૂરી પાડી શકાતી નથી, નાના અને મધ્યમ ઉદ્યોગો રોજગાર સર્જનની કરોડરજ્જુ બનાવે છે, એમ જણાવતા તેમણે કહ્યું હતું કે, “અમે ગુજરાતના યુવાનો માટે રોજગાર સુનિશ્ચિત કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીશું, અને રોજગારી આપીશું.”

આ પણ વાંચોગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં AAP મજબૂત કે BJP? શું કહે છે સર્વે?

તેમના 2017ના ઢંઢેરામાં, કોંગ્રેસે શૈક્ષણિક લાયકાતના આધારે 3,000-4,000 રૂપિયાના માસિક બેરોજગારી ભથ્થાની જાહેરાત કરી હતી. ચૂંટણીમાં, ભાજપે 182માંથી 99 બેઠકો જીતી હતી – 1995 પછી તેમની સૌથી ઓછું વાપસી, જ્યારે કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી, જેમાં બે ભારતીય ટ્રાઇબલ પાર્ટીને, એક એનસીપીને અને બાકીની અપક્ષોને મળી હતી.

આ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય જંગ હશે, જેમાં AAP તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે. AIMIM પણ લગભગ 45 બેઠકો પર લડવાની પણ યોજના બનાવી રહી છે.

CMIE ના માસિક સમય શ્રેણીના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી 2018 અને સપ્ટેમ્બર 2022 વચ્ચે, રાજ્યનો ટોચનો બેરોજગારી દર એપ્રિલ 2020 (18.7 ટકા) માં હતો. સપ્ટેમ્બર 2022માં તે 1.6 ટકા હતો.

પર્વતિય વિસ્તાર રોજગાર ની આશા સાથે જીવંત

આ દરમિયાન, હિમાચલમાં સત્તારૂઢ ભાજપ ઇચ્છે છે કે, રાજ્યના મતદારો માને કે ‘ડબલ-એન્જિન’ વિકાસને પગલે ત્યાં પૂરતી નોકરીઓ છે. પરંતુ વિપક્ષ પ્રભાવિત નથી.

સરકારી શ્રમિકના આંકડાઓ મુજબ, આ વર્ષે માર્ચ સુધી, 8 લાખ યુવાનો હતા જેમણે પોતાની બેરોજગાર તરીકે નોંધણી કરાવી હતી. તેમાંથી ઘણા ટેકનિકલ અને નોન-ટેક્નિકલ બંને ક્ષેત્રોમાં ડિગ્રી સાથે કોલેજ સ્નાતકો હતા.

સામયિક લેબર ફોર્સ સર્વે મુજબ, હિમાચલ પ્રદેશમાં બેરોજગારીનો દર જુલાઈ-સપ્ટેમ્બર 2020માં 8.6 ટકાથી જાન્યુઆરી-માર્ચ 2021માં 7.8 ટકા હતો. પરંતુ તે જુલાઈ અને સપ્ટેમ્બર 2021 વચ્ચે ઝડપથી વધીને 12.4 ટકા થયો હતો.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી : આપ અને કોંગ્રેસ વચ્ચે વોટ વહેંચાઈ જશે, શું કહે છે સર્વે?

બાગાયત એ રાજ્યની આર્થિક કરોડરજ્જુ હોવાથી, મોટાભાગનું કાર્યબળ સફરજનના વેપાર, સંગ્રહ અને પરિવહન સાથે સંકળાયેલા છે. રોજગારનું બીજું મુખ્ય સ્વરૂપ સેવા ઉદ્યોગ છે, કારણ કે રાજ્ય તેની આવકનો મોટો હિસ્સો પ્રવાસનમાંથી મેળવે છે.

જાન્યુઆરી અને ડિસેમ્બર 2021 ની વચ્ચે, 56 લાખ પ્રવાસીઓ, ભારતીય અને વિદેશી બંનેએ રાજ્યની મુલાકાત લીધી, જે કોવિડ 2020 સીઝન કરતાં લગભગ 75 ટકા વધુ છે.

નવા ઉદ્યોગસાહસિકો માટે નોકરીઓ, ભથ્થાં અને સીડ મની

હિમાચલના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે તેમની સરકાર દ્વારા કરવામાં આવતી સત્તાવાર પદો પરની નિમણૂકોને વારંવાર પ્રકાશિત કરી છે. તેમણે મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના જેવી યોજનાઓ પર પણ ભાર મૂક્યો છે, જે હેઠળ નવા ઉદ્યોગસાહસિકોને 35 ટકા સબસિડી મળી હોવાનું કહેવાય છે.

જ્યારે તેમણે લોકોના સૂચનો અને પ્રતિસાદ લીધા છે, ભાજપે હજુ સુધી રોજગાર અને રોજગાર સર્જન અંગેની તેમની નીતિને પ્રકાશિત કરતો મેનિફેસ્ટો બહાર પાડ્યો નથી.

જોકે, કોંગ્રેસે પહેલેથી જ વચન આપ્યું છે કે, તે રાજ્યમાં સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવા માટે રૂ. 680 કરોડ ફાળવશે. સ્ટાર્ટ-અપ પ્રસ્તાવ ધરાવતા નાગરિકોને સીડ મની તરીકે વ્યાજમુક્ત રૂ. 10 કરોડ કોર્પસ આપવામાં આવશે. આનાથી લોકોને નવા વ્યવસાયો સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, એમ પાર્ટીએ જણાવ્યું હતું.

ચૂંટણી પહેલા, કોંગ્રેસે યુવા સમર્થન મેળવવાના પ્રયાસમાં 5 લાખ નોકરીઓનું વચન આપ્યું છે. બેરોજગારીનો મુદ્દો જીવંત રાખવા માટે પક્ષના નેતાઓ દ્વારા રોજગાર સંઘર્ષ યાત્રા કાઢવામાં આવી હતી.

જો કે AAP રાજ્યમાં સંઘર્ષ કરી રહી છે, તેમણે પણ રોજગારના વચનો આપ્યા છે. અન્ય પક્ષોના વચનોને અનુરૂપ, AAPએ પણ રાજ્યના યુવાનો માટે છ લાખ નોકરીઓનું અનુમાન કર્યું છે, જેમાં બેરોજગારને નોકરી ન મળે ત્યાં સુધી વચગાળામાં રૂ. 3,000 ભથ્થાનું કહ્યું છે.

બધાની નજર હવે આવતા અઠવાડીએ આવનાર બીજેપીના સંકલ્પ પત્ર પર છે

Web Title: Gujarat assembly elections himachal assembly elections rozgar mela pm narendra modi

Best of Express