ગુજરાત વિધાનસભા ચૂંટણી : આપ અને કોંગ્રેસ વચ્ચે વોટ વહેંચાઈ જશે, શું કહે છે સર્વે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) ઓપિનિયન પોલ (Gujarat Opinion Poll પાર્ટીને2022) એબીપી સી-વોટર સર્વે (abp news c voter survey). ભાજપ (BJP), આપ (AAP), કોંગ્રેસ (Congress), કઈ જ્ઞાતીના કેટલા ટકા મત (Vote) મળવાની સંભાવના.

Written by Kiran Mehta
Updated : October 21, 2022 15:20 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી : આપ અને કોંગ્રેસ વચ્ચે વોટ વહેંચાઈ જશે, શું કહે છે સર્વે?
3

Gujarat Opinion Poll 2022 : ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) થવાની છે. તેને લઈને બધીજ રાજનીતિક પાર્ટીઓ ગુજરાત ચૂંટણીને લઈને પોતાની શતરંજની પાટ નાખવાનું શરૂ કરી દીધું છે. ત્યાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને એબીપી- સી વોટર ઓપિનિયન પોલ મુજબ, અડધાથી વધારે લોકોને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસની વચ્ચે વોટ વિભાજિત થવાની આશંકા છે.

અહીં જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા એબીપી ન્યુઝએ સી- વોટર સાથે મળીને મતદાતાઓના મૂડ જાણવા માટે સર્વે કર્યો હતો. જેમાં ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે. સર્વેમાં પૂછ્યું કે, શું ગુજરાતમાં કોંગ્રેસ અને આદમી પાર્ટીની વચ્ચે વોટ વિભાજિત થવાનો સંકેત છે? એના પર 52% લોકોનું માનવું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે વોટ વિભાજિત થઇ શકે છે. તો 48% લોકોનું કહેવું છે કે, એવું મને લાગતું નથી.

ત્યાં સર્વેમાં બીજા સવાલ પૂછાયા કે શું ગુજરાતમાં કોંગ્રેસ મૌન રહીને પણ આમ આદમી પાર્ટીથી મજબૂત સ્થિતિમાં છે. આ સવાલના જવાબમાં 54 % લોકોએ માન્યું છે કે કોંગ્રેસ આપથી મજબૂત સ્થિતિમાં છે, જયારે 46 % લોકોનું માનવું છે કે એવું નથી અને આમ આદમી પાર્ટી વધારે મજબૂત સ્થિતિમાં છે.

એબીપી સી વોટર સર્વે મુજબ બીજેપીને ઉચ્ચ જાતિના હિંન્દુઓથી 57% વોટ શેયર મળવાની આશા છે, જેના પછી કોંગ્રેસને લગભગ 26% ઉચ્ચ જાતિના હિંદુ વોટ શેર મેળવી શકે છે, જયારે આમ આદમી પાર્ટીને 14% વોટ શેયર મળવાની સંભાવના છે.

દલિત મતદાતાની વાત કરીયે તો 39% દલિત વોટ શેયર ભાજપને મળવાની આશા છે, જયારે 38% દલિત વોટ શેયર કોંગ્રેસને મળવાનો સંકેત છે. જ્યાં આમ આદમી પાર્ટીને 20% દલિત વોટ શેયર મળવાની સંભાવના છે. ભાજપએ આ વખતે અન્ય પછાત વર્ગના 54% વોટ શેયર મળવાની સંભાવના છે. કોંગ્રેસને 26% વોટ શેયર અને આમ આદમી પાર્ટીને 16% ઓબીસી વોટ શેયર મળવાની સંભાવના છે.

આ પણ વાંચોગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં AAP મજબૂત કે BJP? શું કહે છે સર્વે?

મુસ્લિમ વોટની વાત કરીયે તો બીજેપીને 23% વોટ શેયર મળવાની સંભાવના છે. ત્યાં કોંગ્રેસ અને આપને 45% અને 30% મુસ્લિમ વોટ શેયર મળવાની આશા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ