FB અને WhatsApp દ્વારા પાકિસ્તાન આર્મી સાથે સંપર્ક, માહિતી લીક કરનાર શખ્સને ગુજરાત ATS એ પોરબંદરથી દબોચ્યો

Gujarat ATS: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ખરેખરમાં એટીએસને માહિતી મળી હતી કે પોરબંદરનો એક વ્યક્તિ પાકિસ્તાની આર્મી અથવા જાસૂસી એજન્સીના અધિકારીઓ અને એજન્ટોના સંપર્કમાં છે.

Written by Rakesh Parmar
October 29, 2024 15:33 IST
FB અને WhatsApp દ્વારા પાકિસ્તાન આર્મી સાથે સંપર્ક, માહિતી લીક કરનાર શખ્સને ગુજરાત ATS એ પોરબંદરથી દબોચ્યો
આ મામલે વધુ તપાસ માટે ATSએ FSLની મદદ લીધી છે અને તપાસ ચાલી રહી છે. (તસવીર : સોશિયલ મીડિયા)

Gujarat ATS: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ખરેખરમાં એટીએસને માહિતી મળી હતી કે પોરબંદરનો એક વ્યક્તિ પાકિસ્તાની આર્મી અથવા જાસૂસી એજન્સીના અધિકારીઓ અને એજન્ટોના સંપર્કમાં છે. આ વ્યક્તિ પોરબંદર કોસ્ટ ગાર્ડની માહિતી પાકિસ્તાની એજન્સીઓને લીક કરે છે. આ માહિતી મળ્યા બાદ ગુજરાત ATS એ પંકજ કોટિયા નામના શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

ટૂંક સમયમાં એટીએસને કથિત જાસૂસ વિશે નક્કર પુરાવા મળ્યા અને કોટિયાની પોલીસે ધરપકડ કરી હતી. ATSને જાણવા મળ્યું કે આરોપીનો સંપર્ક પાકિસ્તાન સ્થિત જાસૂસો દ્વારા કરવામાં આવ્યો હતો. જે RHEA નામથી ફેસબુક પ્રોફાઇલ ચલાવે છે. આ શંકાસ્પદ વ્યક્તિએ માહિતી લીક કરવા માટે પાકિસ્તાન પાસેથી 26 હજાર રૂપિયા પણ લીધા છે.

આ પણ વાંચો: ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં ₹ 40,000થી વધુના પગારવાળી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

આ મામલે વધુ તપાસ માટે ATSએ FSLની મદદ લીધી છે અને તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, શંકાસ્પદ વ્યક્તિ પોરબંદર જેટી અને કોસ્ટગાર્ડ જહાજ પર વેલ્ડીંગ અને અન્ય કામમાં સહાયક રહ્યો છે.

પાકિસ્તાની એજન્ટોએ લગભગ 8 મહિના પહેલા આ પ્રોફાઇલ દ્વારા શંકાસ્પદનો સંપર્ક કર્યો હતો. બાદમાં કોટિયાનો પણ વોટ્સએપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ વોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહ્યું હતું. જેના આધારે ATSએ શકમંદ પંકજ કોટિયાની ધરપકડ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ