ગુજરાત : ચૌધરી સમાજે લગ્નમાં ફેશનેબલ દાઢી, જન્મદિવસની કેક, લગ્નમાં ડીજે વગાડવા પર મૂક્યો પ્રતિબંધ

બનાસકાંઠાના ધાનેરાના ચૌધરી સમાજે પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય તે માટે પહેલ કરી છે. સમાજે લગ્નમાં ડીજે, જન્મ દિવસે કેક કાપવી, ફેશનેબલ દાઢી રાખવા પર પ્રતિબંધ મુક્યો છે. આ પહેલા મરણ પ્રસંગે અફિણના સેવન, લગ્નમાં ભોજન સમારંભમાં પીરસવા ખાનગી વ્યક્તિઓ રાખવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય પણ લેવામાં આવેલો.

Written by Kiran Mehta
Updated : April 04, 2023 12:52 IST
ગુજરાત : ચૌધરી સમાજે લગ્નમાં ફેશનેબલ દાઢી, જન્મદિવસની કેક, લગ્નમાં ડીજે વગાડવા પર મૂક્યો પ્રતિબંધ
બનાસકાંઠા ધાનેરા ચૌધરી સમાજે લગાવ્યા પ્રતિબંધ

Banaskantha Dhanera Chaudhary Society : બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ચૌધરી સમુદાયના શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ (SDTYP) દ્વારા લેવામાં આવેલા 20 નિર્ણયોમાં “ફેશનેબલ” દાઢી પર પ્રતિબંધ, લગ્નમાં ડિસ્ક જોકી (ડીજે), જન્મદિવસમાં કેક કાપી ઉજવણી કરવી. સામાજિક સુધારણા લાવવાના તેમના પ્રયત્નોમાં છે.

ધાનેરા પ્રદેશના 54 ગામોની સામાજિક સંસ્થા SDTYP દ્વારા રવિવારે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની સોફ્ટ કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, જો કોઈ યુવક ફેશનેબલ દાઢી રાખતો જોવા મળશે, તો તેને 51,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

SDTYP પ્રમુખ રાયમલભાઈ ચૌધરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમારા સમુદાયે તેના પર (દાઢી ઉગાડવા) પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે કારણ કે, યુવાનોએ દાઢી રાખવાનું શરૂ કર્યું છે અને કોઈ ઓળખી શકતું નથી કે, તેઓ ચૌધરી સમુદાયના છે કે નહીં. ક્લીન-હેવન પુરુષો આપણા સમુદાયની ઓળખ છે.”

સામાજિક જૂથે ડીજેનો ઉપયોગ કરવા અને લગ્નોમાં ભોજન પીરસવા માટે ખાનગી વ્યક્તિઓને રાખવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત જન્મદિવસ પર કેક કાપવા, વિડીયોગ્રાફી કે લગ્ન દરમિયાન મોબાઈલ ફોનથી ફોટોગ્રાફી કરવા પર પણ પ્રતિબંધ છે. જો કે, આના ઉલ્લંઘન માટે કોઈ દંડની રકમ નક્કી કરવામાં આવી નથી.

રાયમલભાઈએ જણાવ્યું હતું કે, લોકોને સામાજિક મેળાવડામાં મર્યાદિત ખર્ચ સહન કરવો પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૌધરી ગુજરાતના અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયોમાંથી એક છે.

એક મોટા સુધારામાં, સમુદાયે કોઈપણ સમુદાયના સભ્યના મૃત્યુના પ્રસંગે અફીણનું સેવન કરવાની સામાજિક પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો છે અને ઉલ્લંઘન કરનારાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ નક્કી કર્યો છે.

રાયમલભાઈએ કહ્યું હતુ કે, “આપણા સમુદાયમાં મૃત્યુ સમારોહ દરમિયાન અફીણનું સેવન કરવાની પરંપરા છે. અમે આને રોકવા માંગીએ છીએ કારણ કે તેનાથી ગરીબ લોકો પર ઘણો આર્થિક બોજ પડે છે અને તે ગેરકાયદેસર પણ છે.”

જૂથે તેનો પ્રથમ સમૂહ લગ્ન સમારોહ યોજવાનું પણ નક્કી કર્યું છે. રાયમલભાઈએ કહ્યું કે, “બનાસકાંઠામાં કેટલાક ચૌધરી સમુદાયના સભ્યોએ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કર્યું છે. જો કે, અત્યાર સુધી અમે કોઈ સમૂહ લગ્ન સમારોહ કર્યો નથી. તેથી, અમે તેને શરૂ કરવા માંગીએ છીએ.”

આ પણ વાંચો માનહાની કેસ : રાહુલ ગાંધી પર શું દોષ છે? સજા બાદ કેવો રહ્યો ઘટનાક્રમ? હવે શું? જોઈએ તમામ માહિતી

સમુદાયના એક વરિષ્ઠ સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપવાનો અને અફીણના ઉપયોગને રોકવાનો હતો. બેઠકમાં ટૂંકી ચર્ચા બાદ બાકીના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું સભ્યએ જણાવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ