ગુજરાત: નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર, જોઈ લો સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું 21 જાન્યુઆરીના રોજ એલાન કરવામાં આવ્યું હતું.

Written by Rakesh Parmar
January 31, 2025 15:54 IST
ગુજરાત: નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર, જોઈ લો સંપૂર્ણ લિસ્ટ
ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા (તસવીર: GujaratBJP/X)

ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું 21 જાન્યુઆરીના રોજ એલાન કરવામાં આવ્યું હતું. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાનની તારીખ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાઈ છે. ત્યાં જ 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કાર્યક્રમ જાહેર

ચૂંટણી પંચના પત્રક મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણી યોજવા રાજય ચૂંટણી આયોગે જાહેર કર્યો છે.

ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા

આ ચૂંટણીને લઈ ભાજપે વલસાડ જિલ્લાની ધરમપુર, વલસાડ અને પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણી ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

જ્યારે બોટાદ જિલ્લાની 1 નગરપાલિકાની સામાન્ય, 1 નગરપાલિકાની મધ્યસત્ર સહિત જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની બે બેઠકની પેટાચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કર્યા છે.

સુરત મનપા, સુરત, ભરૂચ, નર્મદા, અરવલ્લી અને ડાંગ જિલ્લામાં ખાલી પડેલી બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે.

ગાંધીનગર જિલ્લાની માણસા અને પોરબંદરની કુતિયાણા તથા રાણાવાવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત પેટાચૂંટણીના, તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી, નવસારીની બીલીમોરા નગરપાલિકા, ખેડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ છે.

કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા

ત્યાં જ હજુ સુધી ગુજરાત કોંગ્રેસે તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ખાલી પડેલી બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ

  • 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે.
  • ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ.
  • કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે.
  • 16 ફેબ્રુઆરીએ મતદાન થશે.
  • 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ કયાં પહોંચ્યું, વીડિયો આવ્યો સામે

રાજ્યમાં કુલ 1032 સંવેદનશીલ મતદાન મથકો છે. જેમાંથી 244 મતદાનમથકો અતિસંવેદનશીલ છે.

ચૂંટણી ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરવાની પોતાને પોતાનો ગુન્હાઈત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. અરજદારે ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શક્શે અથવા આયોગની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શક્શે.

રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણીઓ માટેના મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યાનો સુધારો નક્કી કર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ