પરીમલ એ ડાભીઃ ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં તમામ પક્ષોના મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો યોજીને મતદારોને આકર્ષી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ગુજરાતમાં ભારે સક્રિય છે. ભારતીય જનતા પાર્ટી (BJP) આજે બુધવારથી ગુજરાતના ચૂંટણી વિસ્તારમાં 5 દિવસની ગૌરવ યાત્રા શરૂ કરશે. ભાજપની આ ત્રીજી વખતની ગૌરવ યાત્રા હશે. સૌ પ્રથમ ગુજરાતમાં ગૌરવ યાત્રા 2002માં થયેલા રમખાણો પછી વિધાનસભાની ચૂંટણી પહેલા થઇ હતી. બીજી ગૌરવ યાત્રા 2017માં થઇ હતી.
ચૂંટણી શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં જ્યારે ભાજપ તેના પ્રતિસ્પર્ધીઓ કરતા સારી રીતે આગળ વધતું જણાય છે. ત્યારે આમ આદમી પાર્ટી માટે તે એક મોટો પડકાર ઉભો કરે છે. પાર્ટી દ્વારા નક્કી કરાયેલા ગૌરવ યાત્રા માટેના રૂટનું ફોક્સ આદિવાસી વોટ હોય તેવું લાગે છે, જે પરંપરાગત રીતે કોંગ્રેસને મત આપે છે અને હાલ AAP દ્વારા તેને આકર્ષવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ હાલ અદ્રશ્ય થઇ ગઈ છે એ માત્ર આપનો ભ્રમ છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે મળી ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે.
ભાજપે “વિક્રમી માર્જિન”થી જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જે કોંગ્રેસની અત્યાર સુધીની સૌથી વધુ કુલ 149 બેઠકો કરતાં વધુ છે. ગૌરવ યાત્રામાં વરિષ્ઠ નેતાઓ જેવા કે પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાનો, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્યના ભાજપના પ્રમુખ CR પાટીલ અને બીજા રાજ્યના મંત્રીઓ પણ હાજર રહેશે. 10 દિવસમાં ભાજપનો પ્લાન કુલ 182 વિધાનસભા મત વિસ્તાર પૈકી 144ને આવરી લેવાનો છે. આ યાત્રા કુલ 5,734 કિમીની હશે. યાત્રા દરમિયાન 145 જાહેર સભાઓ પણ યોજાશે.
આ પણ વાંચોઃ- જામકંડોરણામાં પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસે મને અપશબ્દો કહેવાનું કામ આઉટસોર્સ કરી દીધું છે
આ ગૌરવ યાત્રાના 5 રૂટમાં મહેસાણા જિલ્લાના બેચરાજીથી કચ્છ જિલ્લાના માતાનો મઢનો સમાવેશ થાય છે. દ્વારકાથી લઈને પોરબંદર, અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ, દક્ષિણ ગુજરાત નવસારી જિલ્લામાં આવેલ ઉનાઈથી મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ફાગવેલ અને ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં આવેલા ઉનાઈનો સમાવેશ થાય છે.
એમના બધા રૂટમાં રાજ્યના પશ્ચિમમાં 490kmનો વિસ્તાર કવર કરતુ અંબાજી રુટ બધા રૂટમાં સૌથી મજબૂત રુટ માનવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં સૌથી વધુ આદિવાસીઓ વસે છે.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો જે કુલ 27 છે એમાંથી માત્ર 9 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જયારે ભારતીય જનજાતિ પાર્ટીએ 2 બેઠકો જીતી હતી બાકીની બધી બેઠકો કોંગ્રેસે જીતી હતી. નેતાઓ દ્વારા ભાજપની સત્તામાં રાજ્યમાં થયેલા પરિવર્તન, સિદ્ધિઓ અને વિકાસની વાતો કરવામાં આવશે. જેમકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સમારકામથી લઇ તેનો વિકાસ અને સાબરમતી રિવરફ્રન્ટ, 24 કલાક વીજળીની જોગવાઈ અને એજ પ્રમાણે ઘણા મોટા પ્રોજેક્ટસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર.
નડ્ડા દ્વારા કેન્દ્રીય મંત્રીઓ જેમ કે ભુપેન્દ્ર યાદવ, પિયુષ ગોયલ, મનશુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા, અનુરાગ ઠાકુર, ગજેન્દ્ર શેખાવત, સરબાનંદ સોનેવાલ , હરદીપ પુરી, પ્રહલાદ જોષી, ધર્મેન્દ્ર પ્રધાન, સંજીવ બાલ્યાન અને રાવ સાહેબ દાનવેની હાજરીમાં બુધવારે બેચરાજી અને દ્વારકાથી યાત્રાના બે ચરણનું પ્રસ્થાન કરવામાં આવશે. રાજ્યના નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઘણા પૂર્વ મંત્રીઓ ગૌરવ યાત્રામાં હાજર રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ચૂંટણી ગુજરાતમાં તો રાજકિય દંગલ દિલ્હીમાં
પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે,” આ યાત્રાનો મુખ્ય હેતુ પાર્ટીના લોકોને ચૂંટણીની સૂચના મળ્યા પછી પ્રચાર માટે તૈયાર કરવા માટે છે. અને કહ્યું કે આપણું લક્ષ્ય આદિવાસીના માટે જીવવાનો છે. આપણી પાર્ટી માટે કોંગ્રેસના 149 બેઠકના રેકોર્ડને તોડી વધુમાં વધુ આદિવાસી મત મેળવા અહીં મહત્વનું છે. કેમકે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ સૌથી વધુ મજબૂત છે.
કોંગ્રેસ પણ પોતાની જૂની સ્થિતિ જાળવી રાખવા ઘણી મેહનત કરી રહી છે. તાજેતરમાં છોટા ઉદયપુર જિલ્લાના સુખરામ રાઠવા જે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા છે તેમને પરેશ ધાનાણી જે પાટીદાર છે એમની જગ્યાએ આદિવાસી નેતા તરીકે નિમણૂક કરી. પાર્ટીનીની એક મોટી સફળતા કે ગુજરાત રાજ્યનની પાર-તાપી-નર્મદા નદી લિંકિંગ પ્રોજેક્ટને રદ કરવો પડ્યો કારણે કે નોંધપાત્ર આદિવાસીઓની જમીનના સંપાદનને લઈને કોંગ્રેસના ટેકાથી વિરોધ નોંધાઈ રહ્યો હતો.
મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા એ સમયે 2002માં પહેલી ગૌરવ યાત્રા યોજાઈ પણ એ સમયે રમખાણોની વ્યાપક નિંદા ને કારણે ભાજપ ગુજરાત રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 127 બેઠકો પર વિજય મેળવ્યો હતો. 2017માં કેન્દ્રમાં મોદી લહેરેના 3 વર્ષ પછી ભાજપને સત્તા પર લાવી દીધી અને પાર્ટી 99 બેઠકો સાથે વર્ષો પછી ખરાબ પ્રદર્શનમાં આવી ગઈ હતી.