Gujarat board result 2023 : ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યમાં 65.58 ટકા પરિણામ નોંધાયું છે. સૌથી વધારે પરિણામ મેળવવામાં મોરબી (Morbi) જિલ્લો 83.22 ટકા તો સૌથી ઓછુ પરિણામ મેળવનાર જિલ્લો દાહોદ (Dahod)- 29.44 ટકા નોંધાયો છે. ગત વર્ષે 2022માં પાસની ટકાવારી 72.02 ટકા સામે ઘટીને 65.58 ટકા થઈ છે. એટલે કે 7 ટકા ઓછુ પરિણામ નોંધાયું છે. આ વર્ષે કુલ 1,10, 042 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 1,10,042 લોકોએ પરીક્ષા આપી હતી. આમાં 72, 166 ઉમેદવારો પાસ થયા છે.
ગુજરાત બોર્ડ દ્વારા 2023માં પણ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. આ વર્ષે ગેરરીતિના 35 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 27 છે, તો 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 76 નોંધવામાં આવી છે. A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 61 નોંધાઈ છે, જ્યારે A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાનેપાત્ર ઉમેદવારોની સંખ્યા 1,523 નોંધવામાં આવી છે. તો અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પિરણામની ટકાવારી 67.18 ટકા અને ગજરાતી માધ્યમના ઉમદવારોની પિરણામની ટકાવારી 65.32% નોંધવામાં આવી છે.
જિલ્લો | પરિણામની ટકાવારી |
અમદાવાદ સીટી | 65.02 |
અમદાવાદ ગ્રામ્ય | 69.92 |
અમરેલી | 67.91 |
કચ્છ | 70.88 |
ખેડા | 53.69 |
જામનગર | 77.57 |
જુનાગઢ | 70.84 |
ડાંગ | 58.54 |
પંચમહાલ | 44.91 |
બનાસકાંઠા | 72.42 |
ભરૂચ | 59.34 |
ભાવનગર | 82.51 |
મહેસાણા | 67.66 |
રાજકોટ | 82.49 |
વડોદરા | 65.54 |
વલસાડ | 46.92 |
સાબરકાંઠા | 52.64 |
સુરત | 71.15 |
સુરેન્દ્રનગર | 79.21 |
આણંદ | 60.21 |
પાટણ | 66.54 |
નવસારી | 64.61 |
દાહોદ | 29.44 |
પોરબંદર | 62.09 |
નર્મદા | 36.99 |
ગાંધીનગર | 63.60 |
તાપી | 43.22 |
અરવલ્લી | 56.81 |
બોટાદ | 74.49 |
છોટા ઉદેપુર | 36.17 |
દેવભૂમિ દ્વારકા | 71.05 |
ગીર સોમનાથ | 66.35 |
મહિસાગર | 45.39 |
મોરબી | 83.22 |
ધોરણ 12 સાયન્સ પરિણામની તમામ વિગત
ગુજકેટ પરિણામ
જો ગુજકેટની પરીક્ષાની વાત કરીએ તો, આ વર્ષે પુરૂષ ઉમેદવાર 74,823 અને મહિલા 55,965એમ કુલ 1,30,788 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. જેમાં કુલ 1,26,605 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, અને 4183 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા.

ગુજરાત બોર્ડ પરિણામ 2021 અને 2022
ઉલ્લેખનીય છે કે, 2021 માં, ધોરણ 12 ની પરીક્ષાઓ, જે 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન યોજાવાની હતી, તે કોવિડ -19 ને કારણે રદ કરવામાં આવી હતી. પરિણામ પાછળથી જાહેર કરવામાં આવ્યું હતું અને તે 50:25:25 ના ગુણોત્તરમાં ધોરણ 10, 11 અને 12 માર્કસ પર આધારિત હતું.
આ પણ વાંચો – GSEB 12th HSC પરિણામ 2023: સૌથી ઊંચુ પરિણામ હળવદ – 90.41 ટકા, સૌથી નીચુ પરિણામ લીમખેડા કેન્દ્રનું – 22.00 ટકા
2022 માં, HSC સાયન્સની પરીક્ષા 28 માર્ચે શરૂ થઈ હતી અને 8 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી અને પરિણામ 12 મેના રોજ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. 2022માં ગુજકેટની પરીક્ષા 18મી એપ્રિલે લેવામાં આવી હતી અને પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. 2022માં 72.02 ટકા પરિણામ આવ્યું હતુ.